Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના બાંધકામને કર્યુ સીલ, સામે આવ્યું સાગઠીયા કનેકશન

Rajkot: રાજકોટ થયેલા ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર ભારે હરકતમાં આવી ગયો છે. રાજકોટ (Rajkot) TRP અગ્નિકાંડ મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટ મનપા દ્વારા ગેરકાયદે બાંધકામો ધડાધડ સીલ મારવાની કાર્યવાહી શરૂ...
rajkot ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના બાંધકામને કર્યુ સીલ  સામે આવ્યું સાગઠીયા કનેકશન

Rajkot: રાજકોટ થયેલા ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર ભારે હરકતમાં આવી ગયો છે. રાજકોટ (Rajkot) TRP અગ્નિકાંડ મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટ મનપા દ્વારા ગેરકાયદે બાંધકામો ધડાધડ સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, રાજકોટ (Rajkot) ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ (Chamber of Commerce president)ના બાંધકામને પણ સીલ મારવામાં આવ્યું છે.

Advertisement

મંજૂરી વગરના બાંધકામને સીલ મારી દેવાવામાં આવ્યું

મળતી જાણકારી પ્રમાણે રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ મંજૂરી વગરના બાંધકામને સીલ મારી દેવાવામાં આવ્યું છે. આ મામલે વિગતો એવી સામે આવી છે કે, મનસુખ સાગઠીયા સાથે મીલી ભગતથી બાંધકામ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, ભાભા બજારમાં લાગેલી આગ બાદ ખબર પડી ત્યાં ગેરકાયદે બાંધકામ સામે આવ્યું છે. જેમાં કાર્યવાહી થતા બાંધકામને સીલ મારી દેવામાં આવ્યું છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું બાંધકામ સીલ કરાયું

નોંધનીય છે કે, ભાભા બજારમાં પણ અનેક જગ્યાઓ સીલ કરવામાં આવી છે. આ સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવ (VP Vaishnav)નું મંજૂરી વગરનું બાંધકામ સીલ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યારે તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહીં છે. ખાસ કરીને જ્યા પણ ગેરકાયદેસરના બાંધકામો આવેલા છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, આ સમગ્ર કાર્યવાહી અને તપાસ TRP અગ્નિકાંડ અને હાઈકોર્ટના આકરી ટકોર બાદ કરવામાં આવી રહીં છે. મહત્વની વાત તો એ ઠે કે, અત્યારે સીલ કરાયેલા બાંધકામમાં સાગઠીયા કનેકશન સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Aravalli: સાર્વત્રિક વરસાદ હોવા છતા અરવલ્લીના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હજી પણ ખાલી

આ પણ વાંચો: Ahmedabad:ચોમાસું શરૂ થતા જ શહેરમાં રોગચાળાએ માથુ ઉચક્યું, ઝાડા-ઉલટીના 625 કેસ નોંધાયા

આ પણ વાંચો: Gujarat: HTATના મુખ્ય શિક્ષકોના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યું ટ્વીટ

Tags :
Advertisement

.