Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot શહેર ભાજપ પ્રમુખે કોર્પોરેટરને લખેલા પત્રથી સર્જાયો વિવાદ

Rajkot: રાજકોટ અગ્નિકાંડ મામલે અત્યારે નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કોર્પોરેટરને લખેલા પત્રથી વિવાદ સાર્જાયો છે. નોંધનીય છે કે, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કોર્પોરેટરને પત્ર...
rajkot શહેર ભાજપ પ્રમુખે કોર્પોરેટરને લખેલા પત્રથી સર્જાયો વિવાદ
Advertisement

Rajkot: રાજકોટ અગ્નિકાંડ મામલે અત્યારે નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કોર્પોરેટરને લખેલા પત્રથી વિવાદ સાર્જાયો છે. નોંધનીય છે કે, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કોર્પોરેટરને પત્ર લખ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, કોર્પોરેટરને પત્ર લખી કહ્યું કે, ભલામણ કરો કોઈ તો લેખિતમાં કરવા સૂચન આપતો પત્ર લખ્યો છે. અહી સવાલ એ થાય છે કે, શું રાજકોટ મહાનગરપાલિકામાં ભલામણ વગર કોઈ જ કામ નથી થતું?

શું હજુ ગેમઝોન જેવી ભલામણ મનપાના કોર્પોરેટર કરી રહ્યા હતા?

પત્ર વાયરલ થતા અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શું હજુ ગેમઝોન જેવી ભલામણ મનપાના કોર્પોરેટર કરી રહ્યા હતા? કે પછી કોર્પોરેટર ભલામણ કરે તો જ રાજકોટ મનપાના કર્મચારી કામ કરે છે? ખાસ અને મોટો પ્રશ્ન તો એ થાય છે કે, શું ગેરકાયદે બાંધકામો અંગે પણ કોર્પોરેટરને ભલામણ લેખિતમાં કરવાની? રાજકોટ અગ્રિકાંડ મામલે અનેક ચોંકાવનારી વિગતો સામે આવેલી છે. નોંધનીય છે કે, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા લખવામાં આવેલ કોર્પોરેટરને પત્રથી વિવાદ સર્જાયો છે.

Advertisement

Advertisement

રાજકોટ મનપા અત્યારે અગ્નિકાંડ બાદ ઘણી વિવાદમાં

તમને જણાવી દઈએ કે, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થયેલો છે શું રાજકોટ મહાનગરપાલિકામાં ભલામણ વગર કોઈ જ કામ નથી થતું? ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપા અત્યારે અગ્નિકાંડ બાદ ઘણી વિવાદમાં આવી રહીં છે. રાજકોટ મહાનગર પાલિકા પર અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. મોટો સવાલ તો એ છે કે, રાજકોટ મહાનગરપાલિકા આખરે કોના ઈસારે ચાલે છે? શું કોર્પોરેટર કહે તો જ મનપા કામ કરે છે? કાયદેસરની કામગીરીમાં પણ શું કોઈ કોર્પોટેરટ ભલામણ જોઈશે એમ? નોંધનીય છે કે, રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ રાજકોટ અત્યારે રાજ્યભરમાં ખુબ જ અનેક ચર્ચામાં રહ્યું છે.

આ પણ વાંચો: Surat: 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું! 22 તારીખે મળ્યો હતો મૃતદેહ

આ પણ વાંચો: Illegal Gym: મહંમદપુરા APMC માં જીમખાનાની મોટી દીવાલ ઘસી પડતા મોટી હોનારત ટળી

આ પણ વાંચો: Rajkot : કચરો વાળવાની બાબતે તલવારથી હુમલો! મહિલા કોન્સ્ટેબલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી કરી આ માગ

Tags :
Advertisement

.

×