Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Gamzone Tragedy : જમીન માલિકને નોટિસ, 4 આરોપીના રિમાન્ડ પૂર્ણ, કોંગ્રેસનાં ધરણાં પ્રદર્શન

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamzone Tragedy) મામલે વિવિધ ટીમ દ્વારા તપાસનો ઘમઘમાટ ચાલી રહ્યો છે. ત્યારે, રાજકોટ મનપા તંત્ર અને કલેક્ટર વિભાગ દ્વારા પણ કાર્યવાહી તેજ કરાઈ છે. કલેક્ટર વિભાગે જમીન માલિકને નોટિસ ફટકારી છે ત્યારે રાજકોટ મનપાએ સીલ...
rajkot gamzone tragedy   જમીન માલિકને નોટિસ  4 આરોપીના રિમાન્ડ પૂર્ણ  કોંગ્રેસનાં ધરણાં પ્રદર્શન
Advertisement

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamzone Tragedy) મામલે વિવિધ ટીમ દ્વારા તપાસનો ઘમઘમાટ ચાલી રહ્યો છે. ત્યારે, રાજકોટ મનપા તંત્ર અને કલેક્ટર વિભાગ દ્વારા પણ કાર્યવાહી તેજ કરાઈ છે. કલેક્ટર વિભાગે જમીન માલિકને નોટિસ ફટકારી છે ત્યારે રાજકોટ મનપાએ સીલ તોડી કોમ્યુનિટી હોલ ભાડે દેનારા સંચાલક અને ભાડુઆત સામે કાર્યવાહી કરી છે. બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શનનું આયોજન કરાયું છે. આજે ગેમઝોન અગ્નિકાંડના 4 આરોપીઓના રિમાન્ડ પણ પૂર્ણ થતા સાંજે કોર્ટમાં રજૂ કરાશે.

જમીન માલિસ સામે કાર્યવાહી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત કુલ 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ મામલે SIT, ક્રાઇમ બ્રાન્ચ, ACB અને રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા તપાસનો ઘમઘમાટ ચાલી રહ્યો છે. ત્યારે હવે રાજકોટ કલેક્ટર વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી છે. માહિતી મુજબ, કલેક્ટર વિભાગે ગેમઝોન મામલે શરત ભંગને લઈ જમીન માલિકને નોટિસ ફટકારી છે. આરોપ પ્રમાણે, જમીન રહેણાંક હેતું માટે બિનખેતી કરવામાં આવી હતી અને રહેણાંકને બદલે ત્યાં કમાણી માટે ખાનગી ગેમઝોન ખડકી દેવામાં આવ્યું હતું. કલેક્ટર દ્વારા આ સમગ્ર મામલે હવે કેસ ચલાવવામાં આવશે એવી માહિતી છે.

Advertisement

આજે 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ, કોંગ્રેસનાં ધરણાં પ્રદર્શન

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamzone Tragedy) મામલે આજે 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. ગેમઝોન પાર્ટનર યુવરાજસિંહ સોલંકી (yuvrajsingh Jadeja), રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર અને મેનેજર નીતિન લોઢાના રિમાન્ડ પૂર્ણ થતાં આજે સાંજે તમામ આરોપીઓને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરાશે. માહિતી મુજબ, તમામને ફ્રધર રિમાન્ડ માગ ના કરવામાં આવે તો જેલ હવાલે કરાય તેવી સંભાવના છે. ઉપરાંત, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ કોંગ્રેસ (Congress) દ્વારા ઝડપી કાર્યવાહી અને આરોપીઓને કડક સજાની માગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. કોંગ્રેસ દ્વારા આગામી 15 તારીખના રોજ પોલીસ કમિશનરનો (Rajkot Police commissioner) ધેરાવ કરી ધરણાં કરવામાં આવશે.

Advertisement

કોમ્યુનિટી હોલના સંચાલક અને ભાડુઆત સામે ફરિયાદ

માહિતી મુજબ, 25 તારીખે ઘટનાને એક માસ પૂર્ણ થતાં તે દિવસે સ્વયંભૂ રાજકોટ બંધ રાખવા માટે વેપારીઓને વિનંતી કરાશે. બાદમાં આગામી સમયમાં મુખ્યમંત્રીને રજૂઆતનું પણ આયોજન છે. બીજી તરફ રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદથી મનપા હરકતમાં આવ્યું છે, જે હેઠળ આજીડેમ પાસે આવેલ લીલાવતી કમ્યુનિટી હોલને મનપાનું સીલ તોડી ભાડે દેનારા સંચાલક હર્ષદ સગર અને ભાડુઆત માધવી તન્ના સામે આજીડેમ પોલીસ મથકમાં (Ajidem police station) ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો - VADODARA : અર્બન હેલ્થ સેન્ટરમાં આગ, દવાનો મોટો જથ્થો ખાખ

આ પણ વાંચો - Rajkot :અગ્નિકાંડમાં નવો ખુલાસો, પૂછપરછમાં ખોટી મિનિટ્સ નોટ રજૂ કરતા ગુનો નોંધાયો

આ પણ વાંચો - Rajkot: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, આર્કિટેક નીરવ વરૂ ઓફિસ છોડી ફરાર

Tags :
Advertisement

.

×