Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : વધુ એક નેતાએ કોંગ્રેસ પાર્ટી છોડી, હવે કર્યા કેસરિયા

લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) આવતાની સાથે જ પક્ષ પલટાની ઋતુ જામી છે. ત્યારે, રાજકોટથી કોંગ્રેસ (Congress) ને વધુ એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી ટિકિટ (Ticket) માંગનાર અને અવગણના વેઠનાર વધુ એક કોંગ્રેસના નેતા (Congress Leader) એ ભાજપનો છેડો પકડ્યો...
rajkot   વધુ એક નેતાએ કોંગ્રેસ પાર્ટી છોડી  હવે કર્યા કેસરિયા
Advertisement

લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) આવતાની સાથે જ પક્ષ પલટાની ઋતુ જામી છે. ત્યારે, રાજકોટથી કોંગ્રેસ (Congress) ને વધુ એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી ટિકિટ (Ticket) માંગનાર અને અવગણના વેઠનાર વધુ એક કોંગ્રેસના નેતા (Congress Leader) એ ભાજપનો છેડો પકડ્યો છે. રાજકોટથી કોળી સમાજના આગેવાન ગણાતા વિક્રમ સોરાણી (Vikram Sorani) એ ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે.

કોળી સમાજના આગેવાન ભાજપમાં જોડાયા

રાજકોટના બેડી ગામમાં કોળી સમાજના આગેવાન અને શિવજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીનો ભાજપમાં પ્રવેશ થયો છે. મહત્વનું છે કે, વિક્રમ સોરાણીએ કોંગ્રેસ માંથી રાજકોટ અને સુરેન્દ્રનગર માટે ટિકિટ માંગી હતી. પરંતુ કોંગ્રેસ દ્વારા તેમની અવગણના કરવામાં આવી હતી. જેને લઈને તેઓ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા. આખરે તેમણે ભાજપમાં પ્રવેશ કરી લીધો છે.

Advertisement

પાટીલની હાજરીમાં ભાજપમાં પ્રવેશ

આજે, રાજકોટ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના હસ્તે ભગવો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. મહત્વનું છે કે, વિક્રમ સોરાણી રાજકોટ કોંગ્રેસના નેતાઓની નજીકના આગેવાન છે. વિગતો છે કે, રાજકોટ કોંગ્રેસનાં એક જૂથે વિક્રમ સોરાણીને રાજકોટ લોકસભાની ટીકીટ આપવા માટે લોબિંગ પણ કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Rahul Gandhi નો રજવાડા પર બફાટ, ગુજરાતની રાજનીતિમાં જામ્યું ઘમાસાણ

Tags :
Advertisement

.

×