સુરત : કોસંબા નજીકથી જિલ્લા SOG તેમજ કોસંબા પોલીસના સંયુક્ત ઓપરેશનથી ૫૦૦ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયો
સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ફરીએકવાર મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. કોસંબા પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવેને અડીને આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખુલ્લી જગ્યામાંથી 50 લાખથી વધુની કિંમતનો 500 કિલોથી વધુ જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તાર હવે ગુનેગારો માટે...
Advertisement
સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ફરીએકવાર મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. કોસંબા પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવેને અડીને આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખુલ્લી જગ્યામાંથી 50 લાખથી વધુની કિંમતનો 500 કિલોથી વધુ જથ્થો ઝડપી પાડ્યો છે.
સુરત ગ્રામ્ય વિસ્તાર હવે ગુનેગારો માટે મોકળું મેદાન સાબિત થઈ રહ્યો છે. અવાર નવાર સુરત ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ ,જુગાર , ગાંજો ઝડપાવવાના કિસ્સા સામાન્ય થઈ ગયા છે. ત્યારે ગઈકાલે કોસંબા પોલીસને એક મોટી સફળતા મળી છે. કોસંબા નેશનલ હાઇવે નંબર 8 પર આવેલી જનપથ હોટેલ પાછળ આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખુલ્લી જગ્યામાં એક થ્રિવ્હીલ ટેમ્પોમાંથી કોસંબા પોલીસે 500 કિલોથી વધુના ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ એક કોમ્પ્લેક્ષ નજીક ખુલ્લી જગ્યામાં ટેમ્પો પાર્ક કરેલો હતો. પોલીસને બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જોકે ટેમ્પો બિનવારસી જણાતા કોસંબા પોલીસ અને એસ ઓ જીની ટિમો આશરે ત્રણ કલાક સુધી વોચ કરીને બેઠી હતી. પરંતુ કોઈ ટેમ્પો લેવા નહીં આવતા આખરે પોલીસે ટેમ્પો અને ગાંજાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે ટેમ્પોના ચાલક ,ટેમ્પોના માલિક તેમજ ગાંજો મોકલનાર અને ગાંજો મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી ટેમ્પો તેમજ ગાંજાનો જથ્થો મળી 51 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ - ઉદય જાદવ
આ પણ વાંચો : AMC Plans For Summer: જાણો… ઉનાળાની શરૂઆતમાં AMC દ્વારા પ્રાથમિક એક્શન પ્લાન કેવો રહેશે ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement



