Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત : ફૂડ વિભાગ આવી હરકતમાં, પનીર વિક્રેતાના ત્યાં ચેકિંગ, સેમ્પલો લીધા

અહેવાલ : આનંદ પટણી  સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વહેલી સવારથી જ તમામ ઝોનમાં અલગ અલગ પનીર વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પનીરના સેમ્પલ લઇ તેને લેબોરેટરીમાં તપાસરથી મોકલવામાં આવ્યા છે. જો કોઈ દુકાનદારની ગેરરીતિ રિપોર્ટમાં...
સુરત   ફૂડ વિભાગ આવી હરકતમાં  પનીર વિક્રેતાના ત્યાં ચેકિંગ  સેમ્પલો લીધા
Advertisement

અહેવાલ : આનંદ પટણી 

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વહેલી સવારથી જ તમામ ઝોનમાં અલગ અલગ પનીર વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પનીરના સેમ્પલ લઇ તેને લેબોરેટરીમાં તપાસરથી મોકલવામાં આવ્યા છે. જો કોઈ દુકાનદારની ગેરરીતિ રિપોર્ટમાં સામે આવશે તો તેની સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

રાજકોટમાંથી ગઈકાલે નકલી પનીર બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ હતી અને ત્યારબાદ હવે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે. ઉનાળુ વેકેશનનો સમય ચાલી રહ્યો છે તેવા સમયે લોકો પનીરનો ઉપયોગ પણ મહત્તમ કરતા હોય છે. પનીરમાંથી બનાવવામાં આવેલી વાનગીઓની ડિમાન્ડ પણ ખૂબ જ વધતી હોય છે. ત્યારે આ પનીરને લઈને લોકોનું આરોગ્ય જોખમમાં ન આવે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આવેલી ડેરી તેમજ અન્ય પનીર વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

સુરત મહાનગરપાલિકાના અલગ અલગ 9 ઝોન વિસ્તારમાં વિભાગની 18 જેટલી ટીમો દ્વારા વહેલી સવારથી જ પનીર વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીર વિક્રેતાઓને ત્યાંથી પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલને આગામી દિવસોમાં તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. 15 દિવસ બાદ આ પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવશે. ત્યારબાદ જો કોઈ ડેરી કે પછી પનીર વિક્ર્તા પનીરમાં ભેળસેળ કરી હશે અને અન્ય કોઈ ખામીઓ આ સેમ્પલમાં જણાશે તો જે તે દુકાનદાર સામે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે આ પ્રકારની ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે અગાઉ મસાલાના વિક્રેતાઓને ત્યાં પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×