Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : સુરતમાં નબીરાઓનો આતંક યથાવત, Ahmedabad ના ઇસ્કોન અકસ્માતની યાદ તાજી થઇ

અમદાવાદના ઇસ્કોનમાં થયેલા અકસ્માતને હજુ કોઈ ભૂલ્યું નથી ત્યાં સુરતથી વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. કાપોદ્રામાં રાત્રે સ્વિફ્ટ કરના ચાલકે 6 થી વધુ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત થતા જ ત્યાના સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને કાર...
surat   સુરતમાં નબીરાઓનો આતંક યથાવત  ahmedabad ના ઇસ્કોન અકસ્માતની યાદ તાજી થઇ
Advertisement

અમદાવાદના ઇસ્કોનમાં થયેલા અકસ્માતને હજુ કોઈ ભૂલ્યું નથી ત્યાં સુરતથી વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. કાપોદ્રામાં રાત્રે સ્વિફ્ટ કરના ચાલકે 6 થી વધુ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત થતા જ ત્યાના સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો.

Advertisement

મળતી જાણકારી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કાર ચાલકે BRTS રૂટમાં 6 લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કાર ચાલકને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

Advertisement

લોકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક દારૂના નશામાં હતો. જેના કારણે લોકો વધુ ગુસ્સે થયા હતા અને કાર ચાલકને માર માર્યો હતો. જ્યારે આ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

આ પણ વાંચો : Video : “ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી”, સાયબર ફ્રોડ વિશે બિન્દાસ બોલ્યા Harsh Sanghavi

Tags :
Advertisement

.

×