Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુબઈ ખાતે ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સુરતની દીકરીએ ગોલ્ડ મેડલ જીત્યુ

સુરતની દીકરીએ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ સાથે ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે. 30 એપ્રિલના રોજ દુબઈ ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની 17 વર્ષીય શિહોરા જીશાને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. સુરતના...
દુબઈ ખાતે ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સુરતની દીકરીએ ગોલ્ડ મેડલ જીત્યુ
Advertisement

સુરતની દીકરીએ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ સાથે ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે. 30 એપ્રિલના રોજ દુબઈ ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની 17 વર્ષીય શિહોરા જીશાને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે.

Advertisement

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં પરિવાર સાથે શિહોર જીશા રહે છે.નાનપણથી જ સ્પોર્ટ્સમાં એક્ટિવ રહેતી જીશાએ કરાટેમાં પોતાની કારકિર્દી બનવાનો વિચાર બનાવ્યો હતો. અભ્યાસ સાથે તે કરાટેની ટ્રેનિંગ કરતી હતી. જીશા ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ દુબઈ ખાતે કરાટે ચેમ્પિયન શીપમાં ભાગ લેવા ગઈ હતી.

Advertisement

દુબઈ ખાતે 30 એપ્રિલથી યોજાયેલ દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયન શિપ બુડોકેન કપ દુબઈ-2023 સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાંથી 600થી વધુ કરાટે વિર-વિરાંગનાઓ વચ્ચે યોજાઈ હતી. જેમાં શિહોરા જીશાબેન વિજયભાઈ કુમેટે(ફાઇટ)માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે કાતા ફાઇટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

પરિવાર સહિતના લોકોએ સ્વાગત કર્યું
જીશા આજે દુબઇથી સુરત ફરી હતી. જેને લઇને પરિવાર, સોસાયટી, સ્કૂલ દ્વારા સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. જીશાએ સોસાયટીમાં પ્રવેશ કરતા જ પરિવાર સહિતના લોકોએ અદકેરું સ્વાગત કર્યું હતું. જેથી જીશા ભાવવિભોર થઇ ગઇ હતી. પરિવારના સભ્યોને ભેટીને રડી પડી હતી.

સુરતથી છેક બારડોલી ટ્રેનિંગ માટે જતી
સ્પર્ધા પહેલા 1 મહિના સુધી આકરી ટ્રેનિંગ કરી હતી. સુરતથી છેક બારડોલી ટ્રેનિંગ માટે જતી હતી. જોકે આ બાળકી બોયઝ વચ્ચે પ્રેક્ટિજીશાએ જણાવ્યું હતું કે, દુબઇની સ્પર્ધામાં 600થી વધુ ઉમેદવારો હતા. સ કરતી હતી. આ સફળતામાં પરિવાર, શાળા અને કોચનો સપોર્ટ રહ્યો હતો. મહત્વનુ છે કે દેશમાં અનેક આવા ટેલેન્ટ કેટલાય લોકોમાં રહેલા છે પરંતુ સમાજ અને પરિવાર જો આવા બાળકોની મદદે આવે તો ચોક્કસ પણે આ બાળક આગળ આવી શકે. જેમાં પરિવારનો અમુલ્ય ફાળો યોગ્ય ભાગ ભજવે છે.

આ પણ  વાંચો- બારડોલીમાં કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, છ લોકોના કરુણ મોત

Tags :
Advertisement

.

×