Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar: લાંચિયો વકીલ હવે જેલના હવાલે! ACB એ રૂપિયા 7000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

Surendranagar: સુરેન્દ્રનગરમાં વકીલોને શરમમાં મૂકે તેવો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે, પોતાના હકનું કઈ ના મળતું હોય તો સામાન્ય વ્યક્તિ વકીલના સહારે કોર્ટમાં કેસ કે અરજી કરતો હોય છે. પરંતુ સુરેન્દ્રનગરમાં એક વકીલે લાંચ લીધાનો કિસ્સો સામે આવ્યો...
surendranagar  લાંચિયો વકીલ હવે જેલના હવાલે   acb એ રૂપિયા 7000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો
Advertisement

Surendranagar: સુરેન્દ્રનગરમાં વકીલોને શરમમાં મૂકે તેવો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે, પોતાના હકનું કઈ ના મળતું હોય તો સામાન્ય વ્યક્તિ વકીલના સહારે કોર્ટમાં કેસ કે અરજી કરતો હોય છે. પરંતુ સુરેન્દ્રનગરમાં એક વકીલે લાંચ લીધાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંપાઉન્ડમાંથી એક વકીલ લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે.

કચેરીના કંપાઉન્ડમાંથી વકીલને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદ ACB પોલીસે સુરેન્દ્રનગર (Surendranagar)જીલ્લા કલેકટર કચેરીના કંપાઉન્ડમાંથી વકીલને રૂ.7000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો છે. નોંધનીય છે કે, આ વકીલે સરકારની આવાસ યોજના અંતર્ગત નિયમ મુજબ પ્લોટ મેળવવાની કામગીરી માટે અરજદાર પાસે રૂપિા 15,000 ની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી. મળતી જાણકારી પ્રમામે આ રકમ રકઝકને અંતે રૂપિયા 7000 નક્કી થઈ હતી.

Advertisement

વકીલને રંગે હાથે પકડવા માટે એક ઝટકું ગોઠવાયું હતું

નોંધનીય છે કે, અરજદાર આ 7000 હજારની લાંચ આપવા માટે પણ તૈયાર નહોતો. જેથી અરજદાર દ્વારા અમદાવાદ એસીબીને જાણ કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદ એસીબી ટીમે છટકું ગોઠવી રૂપિયા 7000 ની લાંચ લેતા કિશન સોલંકી નામના વકીલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, અત્યારે વકીલ સામે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો એસીબી દ્વારા આ લાંચિયા વકીલને રંગે હાથે પકડવા માટે એક ઝટકું ગોઠવવામાં આવ્યું હતું.

Advertisement

ભ્રષ્ટ અધિકારીઓને પડકવા એસીબી પોલીસે થઈ સક્રિય

નોંધનીય છે કે, એસીબી પોલીસે રાજ્યમાં લાંચ લેતા અધિકારીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. આ સાથે સાથે એસીબી દ્વારા આવા ભ્રષ્ટ અધિકારીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવી રહ્યા છે. આ પહેલા ઇડરમાં પણ એસીબી દ્વારા બે કોન્સ્ટેબલને લાંચ લેતા પડવા માટે ઝટકું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ બંને કોન્સ્ટેબલ એસીબીની પકડમાંથી ભાગી છૂટ્યા હતા. જો કે, એસીબી દ્વારા તેમની સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: VADODARA : સ્માર્ટ વિજ મીટરનું બેસણું, મહિલાએ કહ્યું “ઘર ચાલે તેમ નથી”

આ પણ વાંચો: High Court : ત્રણ મનપાના અધિકારીઓએ કુલ 1580 પેજનું એફિડેવિટ કર્યું

આ પણ વાંચો: Counting: રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ

Tags :
Advertisement

.

×