Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar : પાટડી તાલુકામાં મહિલાઓનું રાજ, દરેક સરકારી કચેરીઓમાં મહિલાઓ ઉચ્ચ જવાબદારી સંભાળી રહી છે...

સમગ્ર દેશમાં હાલ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આપી રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ કરતાં પણ અનેક ગણું મહત્વ આપવામાં આપી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં સંપૂર્ણપણે મહિલાઓનું શાસન જોવા મળી રહ્યું...
surendranagar   પાટડી તાલુકામાં મહિલાઓનું રાજ  દરેક સરકારી કચેરીઓમાં મહિલાઓ ઉચ્ચ જવાબદારી સંભાળી રહી છે
Advertisement

સમગ્ર દેશમાં હાલ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આપી રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ કરતાં પણ અનેક ગણું મહત્વ આપવામાં આપી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં સંપૂર્ણપણે મહિલાઓનું શાસન જોવા મળી રહ્યું છે અને દરેક સરકારી કચેરીઓમાં મહિલાઓ ઉચ્ચ જવાબદારી સંભાળી રહી છે અને સમગ્ર રાજ્યમાં કદાચ પાટડી તાલુકો પ્રથમ એવો તાલુકો હશે જ્યાં દરેક કચેરીઓમાં મહિલાઓનો દબદબો જોવા મળે છે. દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકાર દ્વારા આમ તો શરૂઆતથી મહિલાઓને દરેક ક્ષેત્રમાં પુરૂષો કરતા પણ વિશેષ સ્થાન આપવામાં આવી રહ્યું છે અને આ સરકારમાં મહિલાઓને પ્રોત્સાહન મળતા અલગ અલગ ક્ષેત્રમાં ઉચ્ચ હોદા પર મહિલાઓ આજે નેતૃત્વ કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં હાલ સરકારી કચેરીઓમાં મહિલાઓ ઉચ્ચ હોદા પર જવાબદારી સંભાળી પુરૂષો કરતાં પણ વિશેષ સ્થાન મેળવ્યું છે.

Advertisement

જેમાં પાટડી તાલુકાની સરકારી કચેરીઓની વાત કરીએ તો તાલુકા વિકાસ અધિકારી તરીકે દક્ષાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ તરીકે લતાબેન પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે. તો વળી પાટડી તાલુકામાં પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા પણ એક મહિલા જ છે અને સમગ્ર તાલુકામાં વહીવટી તંત્રના અધિકારી તરીકે જવાબદારી સંભાળી પાટડીના વિકાસને વધુ વેગ આપવામાં મદદ કરી રહ્યા છે. જ્યારે પાટડી મામલતદાર પણ પ્રીતિબેન મોઢવાડીયા એક મહિલા જ છે. આમ પાટડીની સરકારી કચેરીમાં મહિલાઓનો દબદબો જોવા મળે છે.

Advertisement

જ્યારે પાટડી નગરપાલિકાની વાત કરીએ તો તાજેતરમાં જ પ્રમુખ અને ઉપપ્રમુખની પહેલી ટર્મ પૂર્ણ થતાં નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે ચેતનાબેન ચંદારાણાની વરણી કરવામાં આવતા પાલિકા પણ મહિલા શાસિત બની છે. મહિલા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા હાલ પાટડી નગરપાલિકા વિસ્તારમાં પાણી, સફાઈ, રસ્તા, વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ નિયમિત મળી રહે તેનું અન્ય સદસ્યો અને ચેરમેન તેમજ કર્મચારીઓ સાથે સંકલન કરી જવાબદારી નિભાવે છે. જ્યારે પાટડી તાલુકાની મહિલાઓ અને સખી મંડળોને રોજગારી પૂરી પાડતા સરકારના મિશન મંગલમ અંતર્ગત આવતી યોજનાઓના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પણ તૃપ્તિબેન આચાર્ય એક મહિલા છે અને મહિલાઓને પગભર બનાવવામાં માર્ગદર્શન પૂરું પાડે છે.

એવી જ રીતે પાટડીની મુખ્ય સરકારી હોસ્પિટલમાં ડોકટર ઉષાબેન સોલંકી એક યુવતી છે જે પાટડી તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓની તપાસ અને સારવાર કરી આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડે છે. નગરપાલિકા, મિશન મંગલમ યોજના અને આરોગ્ય ક્ષેત્રે પણ મહિલાઓ રાજ કરી રહી છે. પાટડી પોલીસ વિભાગમાં પણ મહિલાઓ કેમ પાછળ રહે ? પાટડી પોલીસ મથકમાં પીએસઆઈ પણ હાલ મહિલા લલીતાબેન બગડા છે. જેઓ પાટડી શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાં બનતા ગુન્હાઓ રોકવા તેમજ આરોપીઓને ઝડપી પાડવા સ્ટાફ સાથે સંકલન કરી ખડેપગે રહે છે અને પાટડીમાં શાંતિ જળવાઈ રહે તે માટે કમર કસી છે.

જયારે પાટડી સીપીઆઈ પણ ઈલાવતીબેન વલવી છે. જેઓ પણ એક મહિલા અધિકારી તરીકે પાટડી તાલુકાના લોકોની સુરક્ષા માટે હાજર રહે છે. જ્યારે શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો પાટડી ખાતે આવેલ વર્ષો જૂની સુરજમલજી હાઇસ્કૂલના આચાર્ય વીણાબેન ચૌધરી પોતે એક શિક્ષિકા હોય અંદાજે 400 થી વધુ વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓને અન્ય શિક્ષકો અને સ્ટાફ સાથે સંકલન કરી માર્ગદર્શન પૂરું પાડી શિક્ષણ પૂરું પાડે છે તેમજ પાટડી તાલુકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. આમ પાટડી તાલુકાની સરકારી કચેરીઓ, પોલીસ મથક, તાલુકા,જીલ્લા પંચાયત, સરકારી હોસ્પિટલ, સ્કૂલ સહિત દરેક જગ્યાએ મહિલાઓનો દબદબો છે અને કદાચ સમગ્ર રાજ્યમાં પાટડી તાલુકો પ્રથમ એવો તાલુકો હશે જ્યાં દરેક કચેરીઓમાં મહિલાઓનું શાસન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : PM Modi Gujarat Visit : ગુજરાતના પ્રવાસે આવશે PM મોદી, 1 લાખ લોકો બેસી શકે તેવો વિશાળ ડોમ કરાયો તૈયાર

Tags :
Advertisement

.

×