Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભીષણ ગરમીમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મોજ માણી રહ્યા છે સુરતીઓ, જુઓ તસવીરો

સુરતમાં ભીષણ ગરમીથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, ગરમીથી બચવા લોકો આઈસ્ક્રીમ, ગોલા સહિત અન્ય ઠંડી વસ્તુઓ ખાતા હોય છે. આ બધા વચ્ચે 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમ આકર્ષણનું કેન્દ્ર બન્યુંછે. આઇસ્ક્રીમ પ્રેમીઓ માટે સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ આજે...
ભીષણ ગરમીમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મોજ માણી રહ્યા છે સુરતીઓ  જુઓ તસવીરો
Advertisement

સુરતમાં ભીષણ ગરમીથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, ગરમીથી બચવા લોકો આઈસ્ક્રીમ, ગોલા સહિત અન્ય ઠંડી વસ્તુઓ ખાતા હોય છે. આ બધા વચ્ચે 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમ આકર્ષણનું કેન્દ્ર બન્યુંછે.

Advertisement

આઇસ્ક્રીમ પ્રેમીઓ માટે સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ આજે હોટ ફેવરેટ બની ગઈ છે આઈસ્ક્રીમ સામાન્ય આઈસ્ક્રીમ કે ફ્લેવરમાં નથી, પરંતુ આઈસ્ક્રીમ જોઈને તમારી આંખ ખુલીની ખુલી રહી જશે. આઈસ્ક્રીમ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે આ ખાસ પ્રકારની આઇસ્ક્રીમ ની ઉપર 24 કેરેટ ગોલ્ડનો અર્ક લગાડવામાં આવે છે.

Advertisement

એટલું જ નહીં આ આઈસ્ક્રીમ જે કોનમાં આપવામાં આવે છે તે પણ ખાસ પ્રકારનો નાના ગોલ્ડબોલ થી સજાવવામાં આવે છે. આમ તો તમે લોકોએ અનેક આઈસ્ક્રીમ જોયા હશે પરંતુ આઈસ્ક્રીમ પ્રેમીઓને ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે.

આમ તો તમે લોકોએ અનેક આઈસ્ક્રીમ જોયા હશે પરંતુ આઈસ્ક્રીમ પ્રેમીઓને ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે.હાલ સોનાનો ભાવ સૌથી ઉચ્ચ સપાટી પર છે ત્યારે લોકો સોનાના ઘરેણા ની ખરીદી ઓછી કરી રહ્યા છે

આ ખાસ આઈસ્ક્રીમ ની કિંમત 1000 રૂપિયા છે સાથે તમને 18% જીએસટી પણ ભરવું પડે છે આટલું મોંઘુ આઈસ્ક્રીમ હોવા છતાં એની ડિમાન્ડ ગરમીમાં સૌથી વધારે છે લોકો આઈસ્ક્રીમ ખાવા માટે દૂર દૂરથી આવે છે.

પરંતુ આઈસ્ક્રીમ ખરીદવામાં પાછળ પણ રહી રહ્યા નથી.આ કોન ની અંદર અલગ અલગ આઈસ્ક્રીમના ફ્લેવર હોય છે જેમાં ગોલ્ડ ચોકલેટ નો પણ સમાવેશ થાય છે. અંદર બ્રાઉની અને સજાવવા માટે ટોપિંગ હોય છે એટલું જ નહીં અંદર ડ્રાયફ્રુટ ચોકો સીરપ સાથે ઉપર 24 કેરેટ ગોલ્ડ કવર કરવામાં આવે છે.

આપણ  વાંચો- E ચલણ નહિ ભરતા વાહન ચાલકો એ ચેતવાની જરૂર,હવે લોક અદાલતમાં થશે ચલણનો નિકાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×