Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તલાટીની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તંત્ર સજ્જ : હસમુખ પટેલ

7 મે ના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાનારી છે. પરીક્ષાના તમામ આયોજન સાથે ઉમેદવારોને માર્ગદર્શન મળે તે માટે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરે ત્યારે કોલ લેટર સાથે...
તલાટીની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તંત્ર સજ્જ   હસમુખ પટેલ
Advertisement

7 મે ના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાનારી છે. પરીક્ષાના તમામ આયોજન સાથે ઉમેદવારોને માર્ગદર્શન મળે તે માટે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરે ત્યારે કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત અસામાજિક તત્વો સામે ચાંપતી નજર રાખવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, ઇન્ટેલિજન્સ વિભાગ ગેરરિતી કરનારા તત્વો સામે વોચ રાખી રહ્યું છે. આઈબીના વડા સાથે હું સંપર્ક મા છું. હાલ ગેરરીતિ આચરનાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. ઉમેદવારો પાસે ગેરરિતી અંગે કોઈ માહિતી હોય તો અમારા સુધી પહોંચાડવી. અમે શકાશીલ વ્યક્તિઓ સામે તપાસ કરવાની ખાતરી આપી છે.

Advertisement

આજે જ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સરકારના મંત્રીઓની હાજરીમાં ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. Mphw માં ચાર ઉમેદવારના નિમણૂક પત્ર અટકાવાયા છે. ડમીકાંડમાં આરોપી હોવાના કારણે નિમણૂક પત્ર ન અપાયા હતા. આ સિવાય બીજા ઉમેદવારો પાસે પણ બાહેધરી લેવામાં આવશે. અને જો પાછળથી ગેરરીતિ જણાશે તો તેની પણ નિમણૂક રદ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : સ્થાનિકોનો અનોખો વિરોધ, અમદાવાદ સેટેલાઈટ પોલીસ વિરુદ્ધ બેનર લાગ્યા

Tags :
Advertisement

.

×