Tapi: ઉકાઇ ડેમમાં પાણીની આવક યથાવત, ઉપરવાસમાં વરસાદના કારણે 21,004 ક્યૂસેક પાણીની આવક
Tapi: તાપી (Tapi) માં અત્યારે ધોરમાર વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, ઉકાઇ ડેમ (Ukai Dam) નાં ઉપરવાસમાં પડી રહેલ સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે હાલ ડેમમાં 21,004 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. નોંધનીય છે કે, ડેમમાંથી હાલ કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલ આ ડેમની સપાટી 310.63 ફૂટ જેટલી
વિગતે વાત કરવામાં આવે તો, હાલ આ ડેમની સપાટી 310.63 ફૂટ જેટલી છે. આ સાથે ડેમની ભયજનક સપાટીની વાત કરવામાં આવે તો 345 ફૂટ છે. પરંતુ મહત્વની વાત એ છે આ ઉકાઇ ડેમ (Ukai Dam) 310.63 ફૂટ જેટલો ભરાઈ ગયો છે. આ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મોટી માત્રમાં પાણીની આવક નોંધાઈ છે. જેથી ડેમની સપાટી પણ ઊંચી આવી છે.
વરસાદ હોવા છતાં અરવલ્લીના ત્રણ જળાશયો ખાલી જોવા મળ્યા
નોંધનીય છે કે, ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ એવા ઘણા વિસ્તારો છે, જ્યારે ભારે વરસાદ થવા છતાં પણ જળાશયો (Reservoirs) હાલ ખાલી જોવા મળી રહ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, અરવલ્લી (Aravalli) જિલ્લાના જીવાદોરી સમાન ત્રણ જળાશયો (Reservoirs) વરસાદ હોવા છતાં પણ હાલ ખાલી જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અરવલ્લી (Aravalli)ના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હજી પણ ખાલી જ જોવા મળ્યા છે. જોકે, તેની સામે વરસાદ તો ભારે થયો છે. વરસાદ સર્વત્ર છે પરંતુ ડેમની વાત કરવામાં આવે તો, ક્યાંક પાણીની આવક થઈ છે. તો વળી ક્યાંક પાણી વહી ગયા છે પરંતુ ડેમમાં આવક થઈ નથી.