Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતના માંડવીમાં હડકાયા શ્વાનનો આતંક, 10 લોકોને ભર્યા બચકાં

સુરત જિલ્લમાં ફરી એકવાર કુતરાનો આતંક સામે આવ્યો છે, સુરતના માંડવી તાલુકાના બૌધાન ગામે ગત સાંજના સમયે હડકાયા કૂતરાએ આખા ગામને બાનમાં લીધું હતું અને 10 જેટલા ગ્રામજનોને હડકાયું કૂતરું કરડી જતા ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલમાં તેમજ સ્થાનિક આરોગ્ય કેન્દ્ર...
સુરતના માંડવીમાં હડકાયા શ્વાનનો આતંક  10 લોકોને ભર્યા બચકાં
Advertisement

સુરત જિલ્લમાં ફરી એકવાર કુતરાનો આતંક સામે આવ્યો છે, સુરતના માંડવી તાલુકાના બૌધાન ગામે ગત સાંજના સમયે હડકાયા કૂતરાએ આખા ગામને બાનમાં લીધું હતું અને 10 જેટલા ગ્રામજનોને હડકાયું કૂતરું કરડી જતા ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલમાં તેમજ સ્થાનિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સુરતના માંડવીના બોધાન ગામે હડકાયા આતંક જોવા મળ્યો છે. હડકાયલા કુતરાએ એવો આતંક મચાવી દીધો કે તેને આખુ બોધાન ગામ બાનમાં લઇ લીધુ હતુ. હડકાયેલા કુતરાએ એક વૃદ્ધ સહિત 5 લોકો પર ઘાતક હુમલો કરી દીધો હતો. હડકાયા કૂતરાને ગ્રામજનોએ શોધી કાઢી મોતને ઘાટ ઉતારી દીધું હતું.

Advertisement

માંડવી તાલુકાના બૌધાન ગામે હડકાયું કૂતરું આવી ચડ્યું હતું અને એક પછી એક 10 જેટલા લોકો પર હુમલો કરી બચકાં ભર્યાં હતા. જેમાં બે મહિલા એક વૃદ્ધનો પણ સમાવેશ થાય છે, હડકાયા કૂતરાના કારણે ગામમાં ભાગદોડ મચી ગઇ હતી અને હડકાયા કૂતરાથી બચવા થોડીવાર રીતસર લોકો ઘરમાં પુરાઈ ગયા હતા.

Advertisement

આ પણ વાંચો : સુરત : ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, પરિવાર શોકમાં ગરકાવ

Tags :
Advertisement

.

×