Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નગરપાલિકાએ ભરૂચમાં 11 ATM મશીન મુકાવી કર્યું લાખો રૂપિયાનું આંધણ

ભરૂચ નગરપાલિકા (Bharuch Municipality) હંમેશા ભ્રષ્ટાચાર (Corruption) થી ખરડાયેલી રહી છે. હવે ભરૂચ (Bharuch) માં ઉનાળાની ગરમીમાં ગરીબ જરૂરિયાતમંદ અને ભિક્ષુકો માટે રહેલી પાણીની પરબો દુર કરી ATM મશીનો મુકાવી લાખો રુપિયાનું આંધણ કર્યું હતું, તેમ છતાં 6 મહિના પણ...
નગરપાલિકાએ ભરૂચમાં 11 atm મશીન મુકાવી કર્યું લાખો રૂપિયાનું આંધણ
Advertisement

ભરૂચ નગરપાલિકા (Bharuch Municipality) હંમેશા ભ્રષ્ટાચાર (Corruption) થી ખરડાયેલી રહી છે. હવે ભરૂચ (Bharuch) માં ઉનાળાની ગરમીમાં ગરીબ જરૂરિયાતમંદ અને ભિક્ષુકો માટે રહેલી પાણીની પરબો દુર કરી ATM મશીનો મુકાવી લાખો રુપિયાનું આંધણ કર્યું હતું, તેમ છતાં 6 મહિના પણ મશીન કામ ન કરતા છેલ્લા ત્રણ વર્ષથી ભર ઉનાળે પાણી વિના તરસવું પડે તેવી સ્થિતિ છે અને હાલ ભરઉનાળે બિન ઉપયોગી મશીનો દૂર કરવાની નોબત આવી છે.

ATM Machines Bharuch

ATM Machines Bharuch

Advertisement

ATM મશીનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ

ભરૂચ નગરપાલિકાએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા (Former Municipal President Surbhiben Tamakuwala) ના સમયે શહેરીજનોને પીવાનું પાણી મળી રહે તે માટે એટીએમ મશીન (ATM Machines) ભરૂચના વિવિધ 11 સ્થળોએ મુકવામાં આવ્યા હતા.પરંતુ નગરપાલિકાના પાણીના એટીએમ મશીન (ATM Machines) 6 મહિના પણ ચાલ્યા ન હતા અને એટીએમ મશીનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકાના પાપે નાગરિકોને ભરઉનાળે પાણીની પરબ વિના તરસવું પડે છે. રૂપિયા બે માં મળતો પાણીનો પાઉચ બંધ થતા બે ઘૂંટ પાણી માટે પાંચ રૂપિયાની બોટલ ખરીદવી પડે છે અને પાલિકાએ પોતાનું પાપ છુપાવવા તાજેતરમાં જ બિન ઉપયોગી બનેલા પાણીના એટીએમ મશીનો (ATM Machines) ચલાવવા માટે ભરૂચની સેવા ભાવિ સંસ્થા ઇનર વહીલ કલબ ઓફ ભરૂચને આપ્યા હતા અને સેવાભાવી સંસ્થાના લોકોએ પણ ઉપર છલ્લું રીનોવેશન કરાવી ફોટા પડાવી પ્રસિદ્ધિ મેળવી હતી. પરંતુ એટીએમ મશીનો (ATM Machines) બંધ રહેતા આખરે ભરૂચ નગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં બંધ પડેલા લાખો રૂપિયાના મશીન દૂર કરવાની નોબત આવી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ભરૂચ નગરપાલિકાએ ભરઉનાળે ભરૂચના નગરજનોને પાણી વિના તરસે રાખ્યા છે.

Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા

આ પણ વાંચો - ઉનાળે ભરુચમાં ધૂળ ખાઈ રહ્યા છે પાણીના મશીનો

આ પણ વાંચો - Bharuch Protest: ભરૂચના અયોધ્યા નગરમાં ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો ઘરમાં પુરાવા મજબુર

Tags :
Advertisement

.

×