Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રીય ગૃહપ્રધાને કરાવ્યો સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ GMDC ગ્રાઉન્ડ ખાતે PM સ્વાનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ ગાંધીનગરના પાનસરમાં તળાવ અને વિકાસકાર્યોનું લોકાર્પણ કાર્યક્રમમાં...
કેન્દ્રીય ગૃહપ્રધાને કરાવ્યો સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ GMDC ગ્રાઉન્ડ ખાતે PM સ્વાનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

ત્યારબાદ ગાંધીનગરના પાનસરમાં તળાવ અને વિકાસકાર્યોનું લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે ગાંધીનગરમાં સરદાર પટેલ ગ્રૂપ આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સાથે જ ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રીએ અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

આ ઉપરાંત સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવવાણી સાથે આ વર્ષે સાંસદ ખેલ સ્પર્ધામાં દોઢ લાખથી પણ વધુ રજીસ્ટ્રેશન થાય હોવાથી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્ય મહોત્સવનું ઉદ્ધાટન કરાવ્યું હતું.

Advertisement

તેમજ ગાંધીનગરના કલોલમાં આયોજીત સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં SPથી લઈને PSI સહિતના પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - નિવૃત્ત વિધુત કર્મચારી મંડળનુ દ્રિતીય અધિવેશન

Tags :
Advertisement

.

×