Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

K. Kailasanathan: ચાર મુખ્યમંત્રીઓના ખાસ રહેલા કે. કૈલાશનાથનનો આજે છેલ્લો દિવસ

K. Kailasanathan: મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથનને (K. Kailashnathan) હવે એક્સ્ટેન્શન નહીં અપાય. આજે કે. કૈલાશનાથનનો (K. Kailashnathan) મુખ્યમંત્રી કાર્યાલયમાં છેલ્લો દિવસ છે. નોંધનીય છે કે, કે. કૈલાશનાથન (K. Kailashnathan) 2009 થી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા. વર્ષ 2013 માં ગુજરાતના મુખ્યમંત્રી...
k  kailasanathan  ચાર મુખ્યમંત્રીઓના ખાસ રહેલા કે  કૈલાશનાથનનો આજે છેલ્લો દિવસ

K. Kailasanathan: મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથનને (K. Kailashnathan) હવે એક્સ્ટેન્શન નહીં અપાય. આજે કે. કૈલાશનાથનનો (K. Kailashnathan) મુખ્યમંત્રી કાર્યાલયમાં છેલ્લો દિવસ છે. નોંધનીય છે કે, કે. કૈલાશનાથન (K. Kailashnathan) 2009 થી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા. વર્ષ 2013 માં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં (CMO Gujarat) મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. લાંબા સમયથી વય નિવૃત્તિ બાદ પણ તેમને જવાબદારી આપવામાં આવી રહી હતી. નોંધનીય છે કે, વય નિવૃત્તિ બાદ પણ કે. કૈલાશનાથનને (K. Kailashnathan) સતત એક્સેન્શન અપાઈ રહ્યું હતું. જો કે, હવે 30 જૂનના રોજ કે. કૈલાશનાથનને (Kuniyil Kailashnathan) અપાયેલ એક્સસ્ટેશનનો છેલ્લો દિવસ છે.

Advertisement

વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફૂલ અધિકારી રહ્યા

ગુજરાતમાં ચાર મુખ્યમંત્રી (CM Of Gujarat) બદલાયા ત્યાં સુધી મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે કે. કૈલાશનાથન (K. Kailashnathan) રહ્યા હતા. નોંધનીય છે કે, તેઓ ગુજરાતના સૌથી શક્તિશાળા સચિવ રહ્યા છે. તેમણે પોતાના પ્રભાવશાળી કામગીરીથી જે તે સમયના સીએમ નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) ખૂબ પ્રભાવિત કર્યા હતા. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ (Anandiben Patel) આવ્યા તે સમયે પણ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે કે. કૈલાશનાથન (K. Kailashnathan) જ રહ્યા હતા.

Advertisement

CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા

આ સાથે સાથે આનંદીબેન પટેલ બાદ વિજય રૂપાણીના પણ મુખ્ય અગ્રસચિવ રહ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ કે. કૈલાશનાથન (Kuniyil Kailashnathan) મુખ્ય અગ્રસચિવ રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા પણ કે. કૈલાશનાથનને (K. Kailashnathan) શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સીએમએ ટ્વીટ કરી કે. કૈલાશનાથનના (K. Kailashnathan) સ્વાસ્થ્ય, નિરામય નિવૃત્ત જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. જો કે, એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે કે. કૈલાશનાથનને (Kuniyil Kailashnathan) કેન્દ્રમાં મોટી જવાબદારી મળી શકે છે. ચર્ચા મુજબ, તેમને PMO માં અથવા કોઈ રાજ્યના રાજ્યપાલ તરીકેની જવાબદારી મળી શકે છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર તરફથી થનારી જાહેરાત તરફ સૌની મીટ મંડાઈ છે.

કે. કૈલાશનાથન તત્કાલિન CM મોદીના વિશ્વાસ રહ્યા હતા

જણાવી દઈએ કે, કે. કૈલાશનાથન (K. Kailashnathan) પીએમ મોદીના (PM Narendra Modi) વિશ્વાસુ અને મોટા નિર્ણયોને પાર પાડનાર પૈકી એક છે. કે. કૈલાશનાથન (Kuniyil Kailashnathan) વિશ્વાસુ, પરિશ્રમી અને વિઝનરી ઓફિસર તરીકે જાણીતા છે. કુશળ વહીવટના નિષ્ણાંત એવા કે. કૈલાશનાથનની (K. Kailashnathan) ગુજરાતના વિકાસમાં મોટી ભૂમિકા અને મહત્ત્વનું યોગદાન રહ્યું છે. કે. કૈલાશનાથને (K. Kailashnathan) હંમેશા PMO અને CMO, અધિકારી અને સરકાર વચ્ચે સેતુંનું કામ કર્યું છે. તેમની પાસે 4-4 મુખ્યમંત્રી માટે કામ કરવાનો બહોળો અનુભવ છે. ગુજરાત કેડરનાં 1979 બેચના IAS અધિકારી કે. કુનિયલ કૈલાશનાથન (Kuniyil Kailashnathan) હંમેશા કટોકટી સમયે ખડેપગે રહેનારા બાહોશ અધિકારી છે. CMO માં 18 વર્ષ સુધી રહેનારા કે. કૈલાશનાથનનું (K. Kailashnathan) વ્યક્તિત્વ ખૂબ પાવરફૂલ છે. 'કે કે' ના નામથી ગુજરાતમાં કે. કૈલાશનાથનનો દબદબો રહ્યો છે.

Advertisement

જુઓ આ Video માં સંપૂર્ણ સમાચાર

આ પણ વાંચો: NEET EXAM SCAM: પેપર લીક કેસમાં Gujarat ના 4 જિલ્લામાં CBIના દરોડા, કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ

આ પણ વાંચો: Navsari: બીલીમોરામાં પાલિકાની ઘોર બેદરકારી; ખુલ્લી ગટરમાં પડી નિર્દોષ બાળકી, 12 કલાકથી છે લાપતા

આ પણ વાંચો: Gujarat ના ઈતિહાસમાં સૌથી મોટા કૌભાંડના આરોપી Naresh Jani ને લઈને વધુ એક મહત્વનો ખુલાસો

Tags :
Advertisement

.