Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગીર સોમનાથમાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં આવ્યું 'પૂર'

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદના પગલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર નજીક પવિત્ર ત્રિવેણી સંગમનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. ગીરમાં ભારે વરસાદથી વધુ એક નદીમાં...
ગીર સોમનાથમાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં આવ્યું  પૂર
Advertisement

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદના પગલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર નજીક પવિત્ર ત્રિવેણી સંગમનો અદ્ભુત નજારો સામે આવ્યો છે.

Advertisement

ગીરમાં ભારે વરસાદથી વધુ એક નદીમાં ઘોડાપુર આવ્યું છે. કોડીનાર નજીકની સોમત નદીમાં પુર આવ્યું છે. ગીરમાંથી પસાર થતી નદીઓ તોફાની બની રહી છે. ધસમસતા પ્રવાહ જોવા મળ્યા છે. ધોધમાર વરસાદથી શાહી નદીમાં પૂર આવ્યું છે. શાહી નદીમાં ભારે પુર આવતા નગડિયા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ગીર ગઢડાના નગડિયા ગામનો વાહન વ્યવહાર બંધ થયો છે.

Advertisement

મહત્વનું છે કે વોકળા માં પુરથી વાડી વિસ્તારમાં અવરજવર બંધ થઇ છે અને ખેતરો પાણીથી તરબોળ થયા છે. ગીર સોમનાથમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે વેરાવળના ઈશ્વરીયા ગામમાં વાડી વિસ્તારને ગામથી જોડતો રસ્તો પાણી-પાણી થયો છે.

તમને જણાવી દઈએ કે, અરબી સમુદ્રના કિનારે બિરાજમાન શ્રી સોમનાથ મહાદેવ વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. આ પવિત્ર ધરતીમાં ભગવાન શ્રી ક્રુષ્ણએ 56 કોટિ યાદવોનો ઉદ્ધાર કરવા માટે પવિત્ર ત્રિવેણી સંગમના કિનારે શ્રાદ્ધકર્મ કર્યું હતું. ભગવાન શ્રી ક્રુષ્ણએ પોતાનો દેહોત્સર્ગ પણ આ જ કિનારે કર્યો હતો. જેથી શાસ્ત્રોમાં 5 તીર્થ ક્ષેત્રમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાય છે, ત્યારે હાલ વરસી રહેલા ભારે વરસાદના પગલે પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે વ્યાપક અસર જોવા મળી રહી છે. અહી હિરણ, કપિલા અને સરસ્વતી નદીમાં પૂર આવતા ત્રણેય નદીઓ છલકાય ઉઠી છે. જે ત્રણેય નદીઓ સમુદ્રને મળતા અહી અદ્ભુત નજારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બન્યા ડૉ. નિરજા ગુપ્તા, જાણો તેમના વિશે

Tags :
Advertisement

.

×