Surat: ‘ક્યા ખબર હતી કે આ છેલ્લી સફર હશે?’ હિટ એન્ડ રનમાં બે મિત્રોના મોત
Surat: ગુજરાતમાં થોડા સમયથી ની ઘટનાઓ બનતી રહેતી હોય છે. સુરતના કામરેજના વલથાન ગામે પણ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. વિગતે વાત કરવામાં આવે તો, કામરેજના વલથાન ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. નોંધનીય છે કે, નેશનલ હાઇવે 48 પર અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બાઈક પર સવાર ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ થઈ છે.
હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોના મોત નીપજ્યા
દુઃખની વાત એ છે આ હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાથી તેને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. મળતી વિગતો પ્રમાણે મૃતક બન્ને યુવકોના નામ હિતેશ ઇટાલિયા અને દર્શિલ સતાસીયા હોવાનું સામે આવ્યું છે.
સુરતના કામરેજના વલથાન ગામે બની હિટ એન્ડ રનની ઘટના
મળતી વિગતો પ્રમાણે આ યુવકો શનિ - રવિને લઇને ફરવા જઈ રહ્યા હતા. પરંતુ તેમને ક્યા ખબર હતી આ શનિ-રવિ તેમના જીવનો છેલ્લો શનિ-રવિ હશે. સુરતના કામરેજના વલથાન ગામે હિટ એન્ડ રનની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે સુરતના NH 48 પર અજાણ્યા વાહને બાઈકને લીધી અડફેટે હતી. જેમાં બાઈક પર સવાર ત્રણેય યુવકોનેગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં બે મિત્રોના મોત થયાના પણ સમાચાર સામે આવ્યા છે.