Surat: 14 વર્ષના તરૂણનું અકાળે મોત, સુરતના ભટાર વિસ્તારમાં બની હ્રદય કંપાવી દેનારી ઘટના
Surat: સુરતમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે સુરતમાં 14 વર્ષની તરૂણનું કરૂણ મોત થયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતના ભટાર વિસ્તારમાં બની હ્રદય કંપાવી દેનારી ઘટના બની છે. તમને જણાવી દઈએ કે, વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ભટારના અમરદીપ એપાર્ટમેન્ટમાં 14 વર્ષીય તરૂણનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી પ્રમાણે તરુણનું માથું એપાર્ટમેન્ટની લિફ્ટમાં ફસાઈ જતા મોત છે. મળતી જાણકારી પ્રમાણે 14 વર્ષીય રાકેશ શાહુ નામનો તરુણનું મોત નિપજ્યું છે.
માતા પિતામાં લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો
નોંધનીય છે કે, તરૂણને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અત્યારે તરુણના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.સુરતમાં અત્યારે માતા પિતામાં લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નોંધનીય છે કે, સુરતના ભટારના અમરદીપ એપાર્ટમેન્ટમાં માત્ર 14 વર્ષની યુવકનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જેથી પરિવારજનોમાં અત્યારે ભારે શોકનો માહોલ છવાયેલો છે. નોંધનીય છે કે, સુરતનો આ કિસ્સો માતા - પિતા માટે લાલ બત્તી સમાન બની ગયા છે. નોંધનીય છે કે, તરૂણ વેકેશનની મજા માણવા માટે ઓરિસ્સાથી સુરત આવ્યો હતો. પરંતુ કેમ જાણે સુરતમાં કાળ તેની રાહ જોઈને બેઠો હતો. તરુણ લિફ્ટમાં 7માં જઇ રહ્યો હતો,જે વેળાએ માથું ફસાઈ જતા મોત થયું છે.
રાજકોટમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં આવી અનેક ઘટનાઓ બનતી રહે છે. જેમાં માસુમ બાળકોનું અકાળે મોત થયું હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં 29જેટલા લોકો જીવતા ભરથું થયા હતા. જેમાં અત્યારે તપાસ પણ ચાલી રહીં છે. અત્યાર સુધીમાં કેટલાક લોકોના અટકાયત થયાના સમાચાર સામે આવેલા છે.