Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : BJP ના મહિલા કોર્પોરેટર સાથે કાર્યકર્તાની ગેરવર્તણુંકનો મામલો આગળ વધ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં મતદાનના દિવસે શહેરના પૂર્વ વિસ્તારના ભાજપના મહિલા કાઉન્સિલર (BJP FEMALE CORPORATOR) સાથે યુવા કાર્યકર્તા દ્વારા થયેલી ગેરવર્તણુંકનો મામલો પોલીસ મથક પહોંચ્યો છે. તેમણે સ્થાનિક પોલીસ મથકમાં અરજી સ્વરૂપે પોતાની ફરિયાદ કરી છે. હવે આ મામલે...
vadodara   bjp ના મહિલા કોર્પોરેટર સાથે કાર્યકર્તાની ગેરવર્તણુંકનો મામલો આગળ વધ્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં મતદાનના દિવસે શહેરના પૂર્વ વિસ્તારના ભાજપના મહિલા કાઉન્સિલર (BJP FEMALE CORPORATOR) સાથે યુવા કાર્યકર્તા દ્વારા થયેલી ગેરવર્તણુંકનો મામલો પોલીસ મથક પહોંચ્યો છે. તેમણે સ્થાનિક પોલીસ મથકમાં અરજી સ્વરૂપે પોતાની ફરિયાદ કરી છે. હવે આ મામલે આગળ પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું.

બુથમાં જઇને જોઇ લો

ગતરોજ વડોદરા શહેરમાં લોકસભા (LOKSABHA) અને વિધાનસભા (VIDHANSABHA) ની પેટા ચૂંટણીને લઇને મતદાન યોજાયું હતું. જેમાં કાઉન્સિલરોને વિવિધ પોતાના વિસ્તારની નાની-મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તેવામાં ગતરોજ શહેરના પૂર્વ વિસ્તારના ભાજપના મહિલા કાઉન્સિલરે શાળામાં થયેલા મતદાનની માહિતી બુથ પ્રમુખ પાસે માંગી હતી. તેની સામે કાર્યકર્તાએ ઉડાઉ જવાબ આપ્યો કે, બુથમાં જઇને જોઇ લો. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. દરમિયાન આ મામલો થાળે પાડવા માટે હાજર લોકો પૈકી અન્ય પડ્યા હતા.

Advertisement

મતદાન સુધી શાંત રહ્યો

જે બાદ કાર્યકર્તા દ્વારા મહિલાને કહેવાયું કે, તમને પાર્ટીએ આપેલી સ્લીપો પણ પહોંચાડી નથી. જે બાદ વધુ ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેવામાં કાર્યકર્તા દ્વારા મહિલા જોડે ઉદ્ધતાઇ ભર્યા વર્તન સાથે ગેરવર્તણુંક કરવામાં આવી હોવાની ફરિયાદ તેમણે ઉઠાવી હતી. જેને લઇને શહેરના મોટા નેતાઓ વચ્ચે પડ્યા હતા. આ ઘટનામાં મોટા નેતાઓએ દરમિયાનગીરી કરતા મામલે મતદાન સુધી શાંત રહ્યો હતો. દરમિયાન કાર્યકર્તાઓ ત્યાંથી રવાના થઇ ગયા હતા. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થયા બાદ ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા આ મામલે સ્થાનિક પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

તાલમેલનો અભાવ

વડોદરામાં મોટા નેતાઓ દ્વારા મહિલાને સમજાવવામાં આવતા સ્થિતી થાળે પડી જતા તમામે હાશકારો અનુભવ્યો હતો. જો કે, આ હાશકારો લાંબો સમય ટકી શક્યો ન્હતો. આમ, થવાથી વડોદરા ભાજપમાં ચૂંટાયેલા નેતાઓ અને સંગઠનના કાર્યકર્તાઓ વચ્ચે તાલમેલનો અભાવ હોવાની સ્થિતી ઉઘાડી પાડી છે. હવે આ મામલે પોલીસ તપાસમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

આ પણ વાંચો -- VADODARA : મોર્નિંગ વોક કરતા મહિલાએ સાડા ત્રણ તોલા સોનાનો અછોડો ગુમાવ્યો

Advertisement

.

×