Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગોલ્ડન ચોકડી નજીક કારમાં આગ લાગતા જીવ તાળવે ચોંટ્યા

VADODARA : વડોદરા (VADODARA) શહેર પાસે આવેલી ગોલ્ડન ચોકડી (GOLDEN CHOKDI) નજીક પસાર થતી કારના આગળના ભાગે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેને લઇને રોડ પર ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. આ ઘટનામાં સમયસુચકતાને કારણે કાર ચાલક બહાર નિકળી...
vadodara   ગોલ્ડન ચોકડી નજીક કારમાં આગ લાગતા જીવ તાળવે ચોંટ્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) શહેર પાસે આવેલી ગોલ્ડન ચોકડી (GOLDEN CHOKDI) નજીક પસાર થતી કારના આગળના ભાગે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેને લઇને રોડ પર ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. આ ઘટનામાં સમયસુચકતાને કારણે કાર ચાલક બહાર નિકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં સવાર સવારમાં ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

બહાર નિકળી ગયા

વડોદરામાં સવાર સવારમાં ગોલ્ડન ચોકડી નજીકથી પસાર થતી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે રોડ પર ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. અને તે તરફની લાઇન છોડીને વાહનો અન્ય લાઇનમાં શિફ્ટ થવા માંડ્યા હતા. ઘટના અંગે સુત્રોના જણાવ્યા અનુસાર, સવારે 8 - 30 કલાક સમયે વડોદરાથી અમદાવાદ તરફ જતા સમયે આ ઘટના ઘટી હતી. જેમાં કારમાં સવાર લોકોની સમયસુચકતાને કારણે તેઓ બહાર નિકળી ગયા હતા.

Advertisement

મોબાઇલના કેમેરામાં કેદ

આ ઘટના બાદ ફાયરના લાશ્કરોને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા હતા. કારમાં આગ લાગવા પાછળનું કોઇ કારણ હાલ તબક્કે સામે આવવા પામ્યું નથી. આગમાં લપેટાયેલી કાર આગળ ચાલતી બસમાંથી મુસાફરે આ ઘટનાનો વિડીયો મોબાઇલના કેમેરામાં કેદ કર્યો હતો. જેને લઇને ઘટના સપાટી પર આવવા પામી છે. જો કે, ઉનાળામાં વાહનમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવવા પામ્યું હતું. હવે આ ઘટના પાછળ શું કારણ સામે આવે છે તે તો આવનાર સમયમાં જ સ્પષ્ટ થશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : અર્બન હેલ્થ સેન્ટરમાં આગ, દવાનો મોટો જથ્થો ખાખ

Tags :
Advertisement

.

×