Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara News : વડોદરાના છાણી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં બે પક્ષો વચ્ચે બબાલ, એકનું મોત

છાણી વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ મંદિરનું સંચાલન વડતાલ સંસ્થા કરે છે. જયારે મંદિરના કોઠારી સ્વામી અને જૂના વહીવટ કરતા વચ્ચે આજ રોજ સવારે તાળા બદલવા મામલે મંદિરના વહીવટને બબાલ થઈ હતી. આ મંદિર છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં છે અને સ્થાનિકો તેમ...
vadodara news   વડોદરાના છાણી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં બે પક્ષો વચ્ચે બબાલ  એકનું મોત
Advertisement

છાણી વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ મંદિરનું સંચાલન વડતાલ સંસ્થા કરે છે. જયારે મંદિરના કોઠારી સ્વામી અને જૂના વહીવટ કરતા વચ્ચે આજ રોજ સવારે તાળા બદલવા મામલે મંદિરના વહીવટને બબાલ થઈ હતી. આ મંદિર છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં છે અને સ્થાનિકો તેમ જ ટ્રસ્ટીઓ વચ્ચે આ મંદિરને લઈ વિવાદ પણ ચાલે છે. આ વિવાદ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા આ મંદિરના કોઠારી સ્વામીની તરફેણમાં નિર્ણય આવ્યો હતો. કોઠારી બાલ સ્વામી મંદિરમાં તાળા બદલવા જઈ રહ્યા હતા ત્યારે બબાલ થઈ હતી આ જમીન લક્ષ્મી નારાયણ દેવ સંસ્થા વડતાલના નામે છે. તેઓએ દિનેશ પરમારને પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો દિનેશ મિસ્ત્રીને કોઈ કોઈ અધિકાર ન હોવા છતાં તેઓ પૂજા કરતા હતા અને પોતાના બાપ દાદાની મિલકત છે તેમ કહી મંદિરમાં દખલગિરી કરી હતી.

આ બબાલમાં દિનેશ પરમાર નામના વ્યક્તિનું મોત થતા મૃતકના પરિવાર જનોએ દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જયંતિ પરમાર અને અન્ય 5 જેટલા શખ્સોએ હુમલો કર્યાના આક્ષેપ કર્યા હતા. દિનેશ પરમાર છાણી મંદિર સબ કમિટીના સભ્ય હતા તેમજ વધુમાં જણાવ્યું હતું કે આ વડતાલની જગ્યા છે અને વડતાલ સંસ્થા જ મંદિરનું સંચાલન કરે છે. દિનેશ મિસ્ત્રીએ જમીન પચાવી પાડવા અરજી કરી હતી જે નામંજુર થઈ હતી. વડતાલ સંસ્થાએ જેના સમર્થનમાં પત્ર લખ્યો છે એ જ મંદિરની પૂજા અર્ચના કરી શકે દિનેશ મિસ્ત્રીને વહીવટ કરવો છે મંદિરના બંધારણ મુજબ નથી રહેવું. એક વર્ષ અગાઉ પણ અમે છાણી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી છાણી પોલીસે ઘટના સ્થળે પહોંચી cctv ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જ્યારે છાણી સ્વામિનારાયણ મંદિરમાં હાલ ભક્તોને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો છે.

Advertisement

ઘટનાની જાણ થતાંની સાથે જ એ ડિવિઝન એસીપી ડી .જે.ચાવડા ઘટના સ્થળે પહોંચી મુલાકાત લીધી અને જણાવ્યું કે, આ જમીન બાબતનો વિવાદ લાંબા સમયથી ચાલે છે. હાલ મોત અંગે આગળની કાર્યવહી ચાલુ છે. મૃતદેહને પી.એમ માટે એસ.એસ.જી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે તેમજ પીએમ પેનલથી કરવામાં આવશે અને વિવાદ ઘણો જૂનો છે તેથી રેવન્યુ વિભાગ પાસેથી પણ વિગતો મેળવવામાં આવશે. અગાઉ પણ છાણી પોલીસ મથકે આ બાબતે ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

Advertisement

અહેવાલ : અલ્પેશ સુથાર, વડોદરા

આ પણ વાંચો : Ahmedabad News : U. N. Mehta હોસ્પિટલમાં અત્યાધુનિક બ્લડ સેન્ટર અને MRI મશીનનુ લોકાર્પણ

Tags :
Advertisement

.

×