Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પીકઅપ ટેમ્પો કાચ તોડીને રેસ્ટોરેન્ટમાં ઘૂસી ગયો

VADODARA : વડોદરાના ગેંડા સર્કલ (GENDA CIRCLE - VADODARA) પાસે આવેલા કોમ્પલેક્ષમાં રેસ્ટોરેન્ટનો કાચ તોડીને પીકઅપ ટેમ્પો ધૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી, પરંતુ રેસ્ટોરેન્ટમાં મોટુ નુકસાન થયું હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે....
vadodara   પીકઅપ ટેમ્પો કાચ તોડીને રેસ્ટોરેન્ટમાં ઘૂસી ગયો
Advertisement

VADODARA : વડોદરાના ગેંડા સર્કલ (GENDA CIRCLE - VADODARA) પાસે આવેલા કોમ્પલેક્ષમાં રેસ્ટોરેન્ટનો કાચ તોડીને પીકઅપ ટેમ્પો ધૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી, પરંતુ રેસ્ટોરેન્ટમાં મોટુ નુકસાન થયું હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આ ઘટનાને લઇને હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી બે લોકોની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ગયો

વડોદરાના ગેંડા સર્કલ પાસે કે - 10 કોમર્શિયલ કોમ્પલેક્ષ આવેલું છે. અહિંયા ઓફિસોની સાથે ખાણી-પીણીની રેસ્ટોરેન્ટ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ કોમ્પલેક્ષના છેડે લિટલ ભારત રેસ્ટોરેન્ટ (LITTLE BHARAT RESTAURANT) આવેલી છે. આ રેસ્ટોરેન્ટમાં ગત રાત્રે પીકઅપ ટેમ્પો કાચ તોડીને ધૂસી ગયો હોવાની ઘટનાઓ સૌને દોડતા કર્યા છે. મોડી રાત્રે ઘટેલી ઘટનાને પગલે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ રેસ્ટોરેન્ટમાં ભારે નુકશાન પહોંચ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. આ ઘટનામાં ટેમ્પો રેસ્ટોરેન્ટના કાચ તોડીને ગ્રાહકો માટે બનાવવામાં આવેલી બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ગયો હતો. આ ઘટનામાં રેસ્ટોરેન્ટ બહાર મુકેલી એક એક્ટીવા પણ ચગદાઇ હોવાનું જોવા મળ્યું હતું. એક્ટીવા રેસ્ટોરેન્ટ માલિકની હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

એક જણાને પાકી ગાડી આવડે છે

સંચાલક કેતનભાઇ જણાવે છે કે, બે ત્રણ દિવસ પહેલા મેં તેને જાણ કરી હતી, કે ગાડી ન ચલાવતા આવડતું હોય તો ન ચલાવીશ, કોઇ દિવસ હાદસો થશે. તેઓ નશાની હાલતમાં પણ હોય છે. જે જગ્યાએથી પીકઅપ ટેમ્પો ઘૂસ્યો છે, અને ત્યાં જ બેસતા હોઇએ છીએ. આજે સદનસીબે બીજી બાજુ બેસતા બચી ગયા છીએ. અમારામાંથી કોઇને કંઇ થઇ ગયું હોત તો જવાબદારદારી કોણ લેત ! બંનેમાંથી એક જણાને પાકી ગાડી આવડે છે. આ ટ્રાન્સપોર્ટની ગાડી છે. સંચાલકના માતા જણાવે છે કે, મારો એકનો એક પુત્ર છે. તેને કંઇ થઇ જાત તો જવાબદાર કોણ !

Advertisement

ભુલથી ગીયર પડી જતા હાદસો

ચાલક સતીષ પાંડે જણાવે છે કે, મેં નશો નથી કર્યો, મેં ગાડી ચાલુ કરી હતી, ભુલથી ગીયર પડી જતા આ હાદસો થયો છે. વડોદરાથી અમે ગાડી અમદાવાદ લઇ જઇએ છીએ. સુત્રો જણાવી રહ્યા છે કે, આ પીકઅપ ટેમ્પામાં ફ્રોઝન ફુડ લાવવામાં આવતું હતું. આ ફ્રોઝન ફુડ અકસ્માત થયેલી રેસ્ટોરેન્ટની સામે જ આવેલી છે.

આ પણ વાંચો -- VADODARA : ફર્નિચરના મોટા કામના ઝાંસામાં થેલી લઇ ઠગાયા

Tags :
Advertisement

.

×