Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

vibrant summit : વિશ્વ પણ કહે છે કે, મોદીજી છે તો મુમકિન છે : અંબાણી

vibrant summit 2024 : ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો (vibrant summit) આજે પ્રારંભ થયો છે. આજે દેશ-દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યાગપતિઓ અને ડેલિગેટ્સ આવી રહ્યા છે. આ ત્રિદિવસીય સમિટનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. અહીં PM નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો...
vibrant summit   વિશ્વ પણ કહે છે કે  મોદીજી છે તો મુમકિન છે   અંબાણી
Advertisement

vibrant summit 2024 : ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો (vibrant summit) આજે પ્રારંભ થયો છે. આજે દેશ-દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યાગપતિઓ અને ડેલિગેટ્સ આવી રહ્યા છે. આ ત્રિદિવસીય સમિટનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. અહીં PM નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં 34 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાયા છે. આ વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી , ગૌતમ અદાણી અને ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણીનું સંબોધન

વાઇબ્રન્ટ સમિટમાં (vibrant summit) ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સંબોધન કરતાં કહ્યું કે તેઓ અહીં આ વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત સર્વેનું ગુજરાતમાં સ્વાગત કરે છે. સાથે જ તેમણે જણાવ્યું કે દેશમાં એવી કોઈ સમિટ નથી જે સતત 209 વર્ષથી ચાલતી આવે છે. અને તેમણે કહ્યું કે તેમને ગુજરાતી હોવાનું અભિમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી સફળ વડાપ્રધાન છે.

Advertisement

5000 એકરમાં ગ્રીન બિલ્ડિંગ સ્થાપિત કરવામાં આવશે

2024ના બીજા ભાગમાં 5000 એકરમાં ગ્રીન બિલ્ડિંગ સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમને બધી જ વાઇબ્રન્ટ સમીટમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે. અને ભારતના વડાપ્રધાન ઇમ્પોસિબલને પણ પોસિબલ કરનારા વ્યક્તિ છે. વધુમાં તેમણે જણાવ્યું કે તેમના પિતાએ બાળપણમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત આપણી માતૃભૂમિ છે અને કર્મભૂમિ પણ રહેવી જોઈએ.

Advertisement

સંબોધનમાં ગુજરાતને 5 કમિટમેન્ટ આપી

તેમણે તેમના સંબોધનમાં ગુજરાતને 5 કમિટમેન્ટ આપી છે. રિલાયન્સ ગ્રુપ ગુજરાતને ગ્રીન ગ્રોથ માટે મદદ કરશે. ધીરુભાઈ અંબાણી જામનગરમાં ગ્રીન બિલ્ડીંગ બનાવશે. સાથે જ રિલાયન્સ ફાઉન્ડેશન 2036માં ઓલમ્પિકમાં પણ પોતાનો ફાળો અપાશે. રિલાયન્સ ઓલિમ્પિક 2036 માટે સહભાગી થશે. અને સ્પોટ્સ એજ્યુકેશન અને ઇન્ફ્રાસ્ટ્રકચર રિલાયન્સ રોકાણ કરશે.

આ પણ વાંચો - vibrant summit 2024 : વાઈબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ વડાપ્રધાન મોદી: CM ભૂપેન્દ્ર પટેલ

Tags :
Advertisement

.

×