Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : શહેરમાં વકરી રહેલો પાણીજન્ય રોગચાળો, અત્યાર સુધીમાં 30 ના સરકારી ચોપડે મોત

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત સુરતમાં હવે રોગચાળાએ દહેશત ફેલાવી છે. શહેરમાં સતત વધતા મોતના આંકડાએ આરોગ્ય વિભાગની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે. દિવસેને દિવસે વકરી રહેલા પાણીજન્ય રોગમાં વધુ બે માસૂમના મોત થતાં સમગ્ર શહેરમાં રોગચાળાને લઈ ચિંતાનો વિષય...
surat   શહેરમાં વકરી રહેલો પાણીજન્ય રોગચાળો  અત્યાર સુધીમાં 30 ના સરકારી ચોપડે મોત
Advertisement

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

સુરતમાં હવે રોગચાળાએ દહેશત ફેલાવી છે. શહેરમાં સતત વધતા મોતના આંકડાએ આરોગ્ય વિભાગની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે. દિવસેને દિવસે વકરી રહેલા પાણીજન્ય રોગમાં વધુ બે માસૂમના મોત થતાં સમગ્ર શહેરમાં રોગચાળાને લઈ ચિંતાનો વિષય ઉભો થયો છે.

Advertisement

રોગચાળો વકર્યો

સુરત શહેરમાં રોગચાળો વધુ બેને ભડકી ગયો છે. શહેરના પાંડેસરા બાદ હવે ગોડાદરા વિસ્તારમાં રોગચાળો વધ્યો છે.અત્યાર સુધીમાં 30 વ્યક્તિઓના સરકારી ચોપડે મોત નોંધાયા છે અને તેમાં પણ ગોડદરાના તેજનારાયણ સિંગ અને અમરોલીના બાબુભાઈ બારિયાનું તાવની બીમારીમાં મોત સામે આવ્યું છે. બન્ને ને જુદા જુદા વિસ્તાર ખાતેથી નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં વધતા તાવ અને બગડતી તબિયત ને કારણે ટૂંકી સારવાર બાદ ગોડાદરાના તેજનારાયણ ભાઈની તબિયત લથડતા તેઓનું મોત નીપજયું હતું.

Advertisement

બીજા બનાવમાં અમરોલી વિસ્તારમાં છાપરાભાંઠા નજીક આશાપુરી સોસાયટી ખાતે રહેતા 50 ર્વર્ષીય બાબુભાઈ છગનભાઈ બારીયાની તબિયત લથડી હતી. તેઓ શાકભાજીનો છૂટક વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ત્રણ દિવસથી તાવની બીમારીમાં સપડાયા હતા જેને વધુ પડતી તબિયત લથડી જતા સાંજના સમયે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. વધુમાં તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. જેને પિતાની છત્રછાયા ગુમાવી હોવાનું પરિવારે જણાવ્યું હતું. શહેરમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગ ને કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. રોગચાળો યથાવત રહેતા વધુ બે વ્યક્તિઓનો ભોગ લેવાયો છે.

મૃતકઆંક વધ્યો

શહેરમાં ચાલુ સિઝનમાં પાણીજન્ય રોગચાળામાં મૃત્યુઆંક 30 થઈ ગયો છે છતાં પાલિકાના જાણે પેટનું પાણી નથી હલતું. સુરતમાં મચ્છર જન્ય અને પાણીજન્ય રોગ એ વધુ એક વખત કહેર મચાવ્યો છે. વધુ બે લોકોના બીમારીમાં મોત થયા છે. પરંતુ મનપા દ્વારા કાર્યવાહીના નામે સ્થળ મુલાકાત લઈ સરવે કરાયું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

તંત્રની કામગીરી સામે સવાલ

પ્રથમ બનાવમાં ગોડાદરા વિસ્તારમાં આવેલા કેશવનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષિય તેજનારાયણ સિંગ વોચમેન તરીકેની ફ૨જ બજાવીને પત્ની સહિત એક સંતાનનું ભરણપોષણ કરી રહ્યો હતો. આ રોગચાળાએ તેમનો પણ ભોગ લીધો છે. તેજનારાયણ છેલ્લા ચાર દિવસથી તાવ અને મેલેરિયાની બીમારી થી પીડાતો હતો,અને સિવિલ ખસેડતા તે મોત ને ભેટ્યો હતો,આમ શહેરમાં 30 થી વધુ લોકો રોગચાળા ને કારણે પોતાના પરિવારે ગુમાવ્યા છે,છતાં પાલિકા જાણી ને અજાણ કેમ છે એવા કેટલાક પ્રશ્ન આ તમામ ના મોત પણ થી ઉથી રહ્યા છે.

Tags :
Advertisement

.

×