Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Weather Forecast : વાતાવરણમાં પલટો, કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતોમાં ચિંતા!

Weather Forecast : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હાલ પણ યથાવત છે. જો કે આ વચ્ચે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ (Cloudy weather) છવાતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદી...
weather forecast   વાતાવરણમાં પલટો  કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ  ખેડૂતોમાં ચિંતા
Advertisement

Weather Forecast : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હાલ પણ યથાવત છે. જો કે આ વચ્ચે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ (Cloudy weather) છવાતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદી માહોલ રહેતા ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે. છતાં આવનારા દિવસોમાં હિટવેવની આગાહી છે. આગામી 4 દિવસમાં રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદી માહોલ

રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી વાદળછાયું વાતારણ રહેતા લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છે. ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદી માહોલ રહેતા રાજ્યમાં પણ તેની અસર જોવા મળી રહી છે. રાજકોટ અને અમરેલીની વાત કરીએ તો અહીં સૌથી વધુ 42 ડિગ્રી સુધી તાપમાન નોંધાયા બાદ આજે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ગરમીથી રાહત મળી છે. અમરેલીના (Amreli) મોડાસા તાલુકામાં મોટી ઇસરોલ, ઉમેદપુર, ટીંટોઈ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જો કે, આ સાથે ખેડૂતોની ચિંતા પણ વધી છે. બાજરી, તરબૂચ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

Advertisement

Advertisement

ક્યાં કેટલું તાપમાન ?

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં 41.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં (Rajkot) 42.3 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. ઉપરાંત, બનાકાંઠામાં 40 ડિગ્રી, સાબરકાંઠામાં 40 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, સુરતમાં 39.8 ડિગ્રી, જુગાગઢમાં 40.4 ડિગ્રી, ભાવનગરમાં 38.7 ડિગ્રી, આણંદમાં 39.9 ડિગ્રી, ગીર સોમનાથ 34.2 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. આગામી 4 દિવસમાં રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની (Weather Forecast) શક્યતા છે.

આ પણ વાંચો - Weather Forecast : સાચવજો ! આજથી 4 દિવસ સુધી યલો એલર્ટ, આ શહેર સૌથી વધુ ગરમ

આ પણ વાંચો - Weather Forecast : આજથી 4 દિવસ હીટવેવ, તાપમાન 43 ડિગ્રી સુધી જવાની આગાહી, વાંચો અહેવાલ

આ પણ વાંચો - VADODARA : ધોમધખતી ગરમી વચ્ચે વરસાદી ઝાપટુ રાહત લઇને આવ્યું

Tags :
Advertisement

.

×