Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં ગર્લફ્રેન્ડના ફોટા ડિલીટ કરવાનાના મુદ્દે યુવકની હત્યા

અહેવાલ----આનંદ પટણી, સુરત ગર્લફ્રેન્ડના ફોટા મોબાઈલમાંથી ડીલીટ કરવા મામલે થયેલા ઝઘડામાં ત્રણ લોકો દ્વારા બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક યુવકનું ગંભીર ઇજાના કારણે મોત થયું છે. હુમલો કરનારા અન્ય કોઈ નહીં પરંતુ યુવતીના ફોટા જેના...
સુરતમાં ગર્લફ્રેન્ડના ફોટા ડિલીટ કરવાનાના મુદ્દે યુવકની હત્યા
Advertisement
અહેવાલ----આનંદ પટણી, સુરત
ગર્લફ્રેન્ડના ફોટા મોબાઈલમાંથી ડીલીટ કરવા મામલે થયેલા ઝઘડામાં ત્રણ લોકો દ્વારા બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક યુવકનું ગંભીર ઇજાના કારણે મોત થયું છે. હુમલો કરનારા અન્ય કોઈ નહીં પરંતુ યુવતીના ફોટા જેના મોબાઈલમાં હતા તે યુવકના ભાઈ હતા. આ મામલે ચોક બજાર પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણ લોકોને ધરપકડ કરવામાં આવી છે.
સુરતના ચોક બજારની ઘટના
ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાતું સુરત ક્રાઇમ સિટી બનવા તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરત શહેરમાં દિન પ્રતિદિન ક્રાઈમની ઘટના વધી રહી છે. લૂંટ મારામારી ચોરી હત્યા જેવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતમાં ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સામે આવી છે.
ગર્લફ્રેન્ડના ફોટા ડિલીટ કરવાના મુદ્દે ઝઘડો
સુરતના વેડ રોડ પર બહુચર નગર આવેલું છે અને આ જગ્યા પર લિંગારાજ બેહરા નામનો યુવક તેના મિત્ર બલરામ સાથે રામકૃષ્ણ નામના યુવકને 19 એપ્રિલના રોજ મળવા ગયા હતા. ત્યારે લિંગારાજ નામના યુવકને ખબર પડી કે મિત્ર રામકૃષ્ણના મોબાઇલમાં તેની ગર્લફ્રેન્ડના ફોટા છે અને એટલા માટે લિંગારાજ દ્વારા રામકૃષ્ણને મોબાઈલમાંથી આ ફોટા ડીલીટ કરવા માટે જણાવ્યું હતું પરંતુ રામકૃષ્ણ ફોટા ડીલીટ કરવા માગતો ન હતો.
યુવકની હત્યા
તેથી આ વાતને લઈને લિંગારાજ અને બલરામ સાથે રામકૃષ્ણનો ઝઘડો થયો હતો. ઝઘડો ચાલતો હતો તે સમયે રામકૃષ્ણના બે ભાઈઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને રામકૃષ્ણને બચાવવા માટે બલરામ અને લિંગારાજ પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં રામકૃષ્ણના ભાઈઓએ બલરામ અને લિંગારાજને ચપ્પુના ઘા ઝીંકયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બલરામ અને લિંગારાજને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બલરામનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી
આ ઘટનાને લઈને સુરતની ચોક બજાર પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ શખ્સમાં રામકૃષ્ણ, રાજેન્દ્ર બહેરા અને કીટુ બહેરાનો સમાવેશ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×