Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તપાસનો રેલો પોતાના સુધી પહોંચે તેવો યુવરાજને અણસાર હતો ?

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમીકાંડનો પર્દાફાશ થયા બાદ યુવરાજસિંહના નજીકના સાથીદાર બિપીન ત્રિવેદીએ સ્ટીંગ ઓપરેશનમાં યુવરાજસિંહે ડમી કાંડમાં નામ ના લેવા બાબતે અલગ અલગ સમયે 1 કરોડ રુપિયાનો તોડ કર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો કરતાં ખળભળાટ મચી ગયો છે. તપાસના તાર યુવરાસિંહ સુધી...
તપાસનો રેલો પોતાના સુધી પહોંચે તેવો યુવરાજને અણસાર હતો
Advertisement
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમીકાંડનો પર્દાફાશ થયા બાદ યુવરાજસિંહના નજીકના સાથીદાર બિપીન ત્રિવેદીએ સ્ટીંગ ઓપરેશનમાં યુવરાજસિંહે ડમી કાંડમાં નામ ના લેવા બાબતે અલગ અલગ સમયે 1 કરોડ રુપિયાનો તોડ કર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો કરતાં ખળભળાટ મચી ગયો છે. તપાસના તાર યુવરાસિંહ સુધી પહોંચી શકે છે તેવો અણસાર યુવરાજસિંહને આવી ગયો હતો કારણ કે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે તેના પરિવારને ધમકી મળી રહી છે. જો કે આ સ્ટીંગ ઓપરેશન વાયરલ થયા બાદ યુવરાજસિંહ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમના ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યા છે.
ભાવનગર ડમીકેસમાં રૂપિયા 1 કરોડનો તોડ કર્યો હોવાનો આરોપ 
ડમી કાંડમાં  યુવરાજસિંહનું માનીએ તો તેને ફસાવવાનું આ ષડયંત્ર છે. ડમી કાંડના  તપાસના તાર તેના સુધી પહોંચશે તેનો યુવરાજને અણસાર આવી ગયો હતો કારણ કે  છેલ્લા 2 દિવસથી યુવરાજસિંહ સોશિયલ મીડિયા પર  પોસ્ટ કરે છે . પરિવારને ધમકી મળતી હોવાની સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ કરી હતી.  યુવરાજસિંહનું માનીએ તો તેણે આવો કોઇ તોડ કર્યો નથી. જો કે  બિપીન ત્રિવેદીના દાવા પ્રમાણે યુવરાજસિંહે રૂપિયા લીધા છે અને  ભાવનગર ડમીકેસમાં રૂપિયા 1 કરોડનો તોડ કર્યો હોવાનું બિપીન ત્રિવેદીએ જણાવ્યું છે.
કઇ રમત રમાતી હતી?
હવે સવાલ એ ઉભા થયા છે કે  બિપીન ત્રિવેદીનું વાયરલ થયેલું  સ્ટીંગ ઓપરેશન કેટલું સાચું  છે અને  શું ખરેખર યુવરાજસિંહ પેપરલીકના નામે  તોડ કરે છે ? યુવરાજસિંહે  માલેતુજાર ડમી ઉમેદવારોના નામ જાહેર નહીં કરવા પૈસા લીધા હતા? શું યુવરાજસિંહના 2 સાળા પણ તોડકાંડમાં સામેલ છે ? તેવા સવાલ ઉભા થઇ રહ્યા છે.  શું આ સ્ટીંગ ઓપરેશન યુવરાજસિંહને ફસાવવાનું કાવતરૂ છે ? હવે સવાલ એ થઇ રહ્યો છે કે આખરે કોના દાવામાં કેટલો દમ  છે.  એ સવાલ પણ થઇ રહ્યો છે કે  શું બિપીન ત્રિવેદી યુવરાજને ફસાવી રહ્યો છે અને બિપીન ત્રિવેદીએ કેમ યુવરાજસિંહનો ભાંડો ફોડ્યો? તથા  ડમી ઉમેદવાર નામ જાહેર પાછળની  શું રમત રમાઇ રહી છે તે સવાલ પણ ઉભો થયો છે.
Advertisement
Tags :
Advertisement

.

×