Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીમાં INDIA ગઠબંધનમાં પડી તિરાડ, કોંગ્રેસે કર્યુ તમામ 7 લોકસભા સીટો પર ચૂંટણી લડવાનું એલાન

આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના NDAને ટક્કર આપવા માટે 26 વિરોધ પક્ષો એક મંચ પર આવ્યા છે. આ પક્ષોએ તેમના જોડાણને I.N.D.I.A. તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈને ભાજપને સત્તા પરથી હટાવવાનો દાવો કરી રહ્યા...
દિલ્હીમાં india ગઠબંધનમાં પડી તિરાડ  કોંગ્રેસે કર્યુ તમામ 7 લોકસભા સીટો પર ચૂંટણી લડવાનું એલાન
Advertisement

આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના NDAને ટક્કર આપવા માટે 26 વિરોધ પક્ષો એક મંચ પર આવ્યા છે. આ પક્ષોએ તેમના જોડાણને I.N.D.I.A. તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈને ભાજપને સત્તા પરથી હટાવવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી સીટની વહેંચણી અંગે કંઈ નક્કી થયું નથી. માનવામાં આવે છે કે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં બેઠક યોજીને આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે આ દરમિયાન દિલ્હીમાં આ ગઠબંધનમાં તિરાડ જોવા મળી રહી છે. કારણ કે, કોંગ્રેસે રાજધાનીની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

દિલ્હીમાં કોંગ્રેસ નેતૃત્વની મહત્વની બેઠક યોજાઈ હતી. તેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. બેઠક બાદ કોંગ્રેસના ઘણા નેતાઓએ સ્પષ્ટ કહ્યું કે, તેમની પાર્ટી દિલ્હીની તમામ બેઠકો પર ચૂંટણી લડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમની પોતાની રીત છે અને બેઠકમાં આમ આદમી પાર્ટી કે ગઠબંધનની કોઈ ચર્ચા થઈ ન હતી. વાસ્તવમાં, દિલ્હીમાં ત્રણ મુખ્ય પક્ષો છે - આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ. લોકસભા ચૂંટણીને લઈને એક મંચ પર આવેલા વિરોધ પક્ષોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સામેલ છે. આવી સ્થિતિમાં રાજધાનીની તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો કોંગ્રેસનો નિર્ણય મહાગઠબંધન માટે કોઈ આંચકાથી ઓછો નથી.

Advertisement

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડવાના સવાલ પર કોંગ્રેસના નેતા અનિલ ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સંગઠનને મજબૂત કરીને એક થઈને લડશે. અમે આમ આદમી પાર્ટી કે ગઠબંધન અંગે ચર્ચા કરી નથી. આપણી પોતાની રીત છે. અમે પોલ ખોલ યાત્રાથી અરવિંદ કેજરીવાલ સરકારની નીતિઓને ઉજાગર કરવાના તમામ પ્રયાસો કર્યા છે. દારૂના કૌભાંડથી લઈને અમારા લોકોની ફરિયાદના આધારે તમામ કાર્યવાહી કરવામાં આવી છે. અમે 2024માં ચૂંટણી જીતીશું અને 2025માં અરવિંદ કેજરીવાલ દિલ્હીના સીએમ નહીં બને, આ અમારો શ્રેષ્ઠ પ્રયાસ રહેશે.

Advertisement

બીજી તરફ કોંગ્રેસના નેતા અલકા લાંબાએ કહ્યું કે ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં રાહુલ ગાંધી, ખડગે જી, કેસી વેણુગોપાલ અને દીપક બાબરિયા જી હાજર હતા. અમને આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. અમે તમામ 7 બેઠકો પર ચૂંટણી લડીશું તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. સાત મહિના બાકી છે અને પાર્ટીના તમામ કાર્યકરોને સાતેય બેઠકો માટે તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×