Peshawar : સાઉદી એરલાઈન્સના વિમાનમાં આગ લાગતા....
Peshawar : પાકિસ્તાનના પેશાવર (Peshawar) ના બાચા ખાન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે રિયાધથી આવી રહેલા સાઉદી એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. આગ ફાટી નીકળ્યા બાદ તરત જ તેમાં હાજર તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
ડોનના અહેવાલ મુજબ, નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે એક નિવેદનમાં આ માહિતી શેર કરી છે. વિમાનમાં આગ ફાટી નીકળ્યા બાદ તરત જ તેમાં હાજર તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
લેન્ડિંગ ગિયરમાં તકનીકી સમસ્યાના કારણે આગ લાગી
પાકિસ્તાનના પેશાવરમાં મોટી વિમાન દુર્ઘટના ટળી છે. પેશાવર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન મુસાફર વિમાનમાં આગ લાગી હતી. સાઉદીયા એરલાઈનસના મુસાફર વિમાનમાં આગ લાગી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલ મૂજબ લેન્ડિંગ ગિયરમાં તકનીકી સમસ્યાના કારણે આગ લાગી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગ અને સિવિલ એવિએશન ઓથોરિટીના અધિકારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. તમામ 21 ક્રૂ અને 276 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો---- Earthquake : Philippines માં 7. 1ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી, સુનામી એલર્ટ જારી…
આ પણ વાંચો--- UK : ગુજરાતી મૂળના શિવાની રાજા એ ગીતા પર હાથ મુકી શપથ લીધા