Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Austria : વિશ્વના તમામ નેતાઓએ PM મોદી પાસેથી શીખવું જોઈએ - Anton Zeilinger

ભારતના PM નરેન્દ્ર મોદી તાજેતરમાં રશિયાના બે દિવસીય પ્રવાસ અને એક દિવસીય ઓસ્ટ્રિયા (Austria) પ્રવાસ પરથી ભારત પરત ફર્યા છે. PM મોદીનું રશિયા અને ઓસ્ટ્રિયા (Austria)માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બંને દેશોમાં PM મોદીએ ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો, દ્વિપક્ષીય બેઠકો...
austria   વિશ્વના તમામ નેતાઓએ pm મોદી પાસેથી શીખવું જોઈએ   anton zeilinger

ભારતના PM નરેન્દ્ર મોદી તાજેતરમાં રશિયાના બે દિવસીય પ્રવાસ અને એક દિવસીય ઓસ્ટ્રિયા (Austria) પ્રવાસ પરથી ભારત પરત ફર્યા છે. PM મોદીનું રશિયા અને ઓસ્ટ્રિયા (Austria)માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બંને દેશોમાં PM મોદીએ ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો, દ્વિપક્ષીય બેઠકો કરી અને ઘણા લોકોને મળ્યા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે ઓસ્ટ્રિયા (Austria)ના ચાન્સેલર કાર્લ નેહમરે પણ PM મોદીના વખાણ કર્યા હતા. પરંતુ ઓસ્ટ્રિયા (Austria) પ્રવાસ દરમિયાન PM મોદી નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિકને મળ્યા હતા જેમણે PM મોદીના વખાણ કર્યા હતા.

Advertisement

PM મોદી કયા નોબેલ પુરસ્કાર વિજેતાને મળ્યા?

PM મોદીએ ઓસ્ટ્રિયા (Austria)ની રાજધાની વિયેના (Vienna)માં ઓસ્ટ્રિયા (Austria)ના નોબેલ પુરસ્કાર વિજેતા એન્ટોન ઝીલિંગર (Anton Zeilinger) સાથે મુલાકાત કરી હતી. એન્ટોન ઝીલિંગર (Anton Zeilinger) એક વૈજ્ઞાનિક છે.

Advertisement

PM મોદીના વખાણ કર્યા...

PM મોદી ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ છે. આ એક વિશેષતા છે જે વિશ્વના તમામ નેતાઓએ PM મોદી પાસેથી શીખવી જોઈએ.

PM મોદી અને ઝીલિંગરે ચર્ચા કરી હતી...

PM મોદી અને ઝીલિંગરે માત્ર ક્વોન્ટમ ટેક્નોલોજી જ નહીં પરંતુ આધ્યાત્મિકતા પર પણ ચર્ચા કરી હતી. ઝીલિંગરે PM મોદીને કહ્યું કે જ્યારે આપણે પ્રતિભાશાળી યુવાનોના પોતાના વિચારોના આધારે સંશોધનને સમર્થન આપીએ ત્યારે જ સાચા અર્થમાં નવા વિચારો ઉભરી આવે છે. આ એવું કંઈક છે જે દરેક દેશમાં અને ચોક્કસપણે ભારતમાં પણ થઈ શકે છે, કારણ કે ભારતમાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો ખૂબ જ વિશાળ અને સમૃદ્ધ ભૂતકાળ છે.

Advertisement

આ પણ વાંચો : Nigeria માં મોટી દુર્ઘટના, શાળાની ઈમારત ધરાશાયી, 22 વિદ્યાર્થીઓના મોત અને 100 થી વધુ ઘાયલ…

આ પણ વાંચો : Sukhoi Superjet 100-95LR crash: રશિયામાં વિમાન બન્યું વિનાશકારી દુર્ઘટનાનો ભોગ, જુઓ વિડીયો…

આ પણ વાંચો : Tuscany Mountain News: અહીંયા માત્ર 90 રૂપિયામાં જ ઘર મળે છે, ઈચ્છુક વ્યક્તિ કરો આટલું….

Tags :
Advertisement

.