Earthquake : Philippines માં 7. 1ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી, સુનામી એલર્ટ જારી...
ભૂકંપ (Earthquake) સંવેદનશીલ વિસ્તાર ફિલિપાઇન્સ (Philippines)માં 7.1 ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ (Earthquake)થી ધ્રુજારી. ગુરુવારે સવારે 7.43 કલાકે ભૂકંપ (Earthquake) આવ્યો હતો. તેનું કેન્દ્ર ફિલિપાઈન્સ (Philippines)થી 131 કિમી દૂર સુલતાન કુદરતના લેબકમાં હતું. જેની પૃથ્વીથી ઊંડાઈ 650 કિમી હતી. આટલા તીવ્ર ભૂકંપ (Earthquake)ના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા.
સુનામીનું એલર્ટ જારી...
7.1 ની તીવ્રતાના ભૂકંપ (Earthquake) બાદ ફિલિપાઈન્સ (Philippines) સરકારે સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. જો કે હજુ સુધી જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.
🔔#Earthquake (#lindol) M7.1 occurred 111 km SW of #Kalamansig (#Philippines) 29 min ago (local time 10:13:17). More info at:
📱https://t.co/IbUfG7TFOL
🌐https://t.co/lEPO3wLdHn
🖥https://t.co/eupwk0azZM pic.twitter.com/StOw1dZ1Zo— EMSC (@LastQuake) July 11, 2024
ગઈ કાલે તુર્કીમાં ભૂકંપ આવ્યો હતો...
તમને જણાવી દઈએ કે, ગત બુધવારે તુર્કીમાં આવેલા પ્રચંડ ભૂકંપ (Earthquake)ના કારણે 8 કલાકમાં ત્રણ વખત ધરતી ધ્રૂજી ગઈ હતી. પહેલો આંચકો મંગળવારે રાત્રે 8.47 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 હતી. 3 કલાક બાદ રાત્રે 12 વાગ્યાની આસપાસ બીજો આંચકો આવ્યો હતો અને ત્યારબાદ બુધવારે સવારે 3.30 વાગ્યા પછી ત્રીજો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 3.2 હતી.
રવિવારે એક સાથે 4 દેશોમાં ભૂકંપ...
આના એક દિવસ પહેલા જ 4 દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવાઈ, તુર્કી, ચિલી અને ઈન્ડોનેશિયામાં 5 થી 3 ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.
આ પણ વાંચો : Vienna PM Narendra Modi: વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રિયામાં ભારતીયો સાથે કરી વાત
આ પણ વાંચો : સાવધાન! MOUTHWASH વધારી શકે છે કેન્સરનું જોખમ, વાંચો અહેવાલ
આ પણ વાંચો : રાષ્ટ્રપતિની પુત્રીએ Girlfriend ને Kiss કરી સમલૈંગિક સંબંધ માટે કરી માંગ, જુઓ તસવીરો