Lok Sabha elections: ‘મોદીની જીત તો થઈ પરંતુ...’ લોકસભા ચૂંટણીને લઈને વિદેશી મીડિયાનો મિઝાઝ
Lok Sabha elections: ભારતમાં લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ગયા છે. મળતી જાણકારી પ્રમાણે ભારત અને તેના સહયોગી પક્ષ એનડીએ એ 295 નો આંકડો પાર કરી નાખ્યો છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ ચૂંટણીનું કવરેજ કરી રહ્યું છે....
Advertisement
Lok Sabha elections: ભારતમાં લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ગયા છે. મળતી જાણકારી પ્રમાણે ભારત અને તેના સહયોગી પક્ષ એનડીએ એ 295 નો આંકડો પાર કરી નાખ્યો છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ ચૂંટણીનું કવરેજ કરી રહ્યું છે. નોંધનીય છે કે, દુનિયાના અનેક મીડિયા દ્વારા ભારતની લોકસભા ચૂંટણી અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક મીડિયા ચેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મોદીની ચૂંટણીમાં મોટી જીતની આશા ઠગારી નીવડી છે. તમને જણાવી દઇએ કે, યુકેના સ્કાયન્યૂઝે પણ આ ચૂંટણી બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું છે કે, ભાજપનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. ચૂંટણી પરિણામો પર અન્ય દેશોમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

