Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચાંદ પર પહોંચ્યું ભારત તો ચીનને કેમ પેટમાં દુખાયું, કહ્યું - ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નથી ઉતર્યું Chandrayaan-3

Chandrayaan-3 નું સફળ મૂન લેન્ડિંગ સમગ્ર વિશ્વએ જોયું અને તેની પ્રશંસા પણ કરી. પરંતુ, ચીનને ભારતની સિદ્ધિઓ પસંદ નથી આવી રહી. જીહા, કોરોના જેવી ખતરનાક વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાવનાર ચીન હવે ભારતના Chandrayaan-3 મિશન પર શંકા વ્યક્ત કરી રહ્યું છે....
ચાંદ પર પહોંચ્યું ભારત તો ચીનને કેમ પેટમાં દુખાયું  કહ્યું   ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નથી ઉતર્યું chandrayaan 3
Advertisement

Chandrayaan-3 નું સફળ મૂન લેન્ડિંગ સમગ્ર વિશ્વએ જોયું અને તેની પ્રશંસા પણ કરી. પરંતુ, ચીનને ભારતની સિદ્ધિઓ પસંદ નથી આવી રહી. જીહા, કોરોના જેવી ખતરનાક વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાવનાર ચીન હવે ભારતના Chandrayaan-3 મિશન પર શંકા વ્યક્ત કરી રહ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર વિશ્વનો એકમાત્ર દેશ ભારત પર ચીનના એક ટોચના વૈજ્ઞાનિકે શંકા વ્યક્ત કરતા કહ્યું છે. આ વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું નથી. વૈજ્ઞાનિકનો ચોંકાવનારો દાવો એવા સમયે આવ્યો છે જ્યારે ભારતીય વૈજ્ઞાનિકો બે અઠવાડિયાની ચંદ્ર રાત્રિ પછી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભારતની સફળતા પર વિવાદાસ્પદ દાવો

Advertisement

ભારતની સફળતાએ પાડોશી દેશ ચીનને ચિડવ્યું છે. ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે વિશ્વભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીઓએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા બદલ ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. સફળતા પણ મોટી હતી, કારણ કે દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો ભારત પહેલો દેશ છે. પરંતુ ચીનના ટોચના વૈજ્ઞાનિકે ભારતની સફળતા પર વિવાદાસ્પદ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું નથી. હાલમાં વૈજ્ઞાનિકને પોતાના ઘરમાં જ ધૂળ ખાવી પડી હતી. ચીનની હોંગકોંગ યુનિવર્સિટીની સ્પેસ રિસર્ચ લેબોરેટરી દ્વારા તેમને યોગ્ય જવાબ આપવામાં આવ્યો અને તેમના દાવાને ફગાવી દેવામાં આવ્યો. પ્રયોગશાળાના વૈજ્ઞાનિક ક્વેન્ટિન પાર્કરે કહ્યું કે જે ક્ષણે તમે તમારા લેન્ડરને દક્ષિણ ધ્રુવની નજીક ઉતારો છો, જેને દક્ષિણ ધ્રુવ માનવામાં આવે છે. જે પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે.

Advertisement

દાવામાં કેટલું સત્ય છે?

પૃથ્વી પર, દક્ષિણ ધ્રુવને 66.5 અને 90 ડિગ્રી દક્ષિણની વચ્ચે ક્યાંક વ્યાખ્યાયિત કરવામાં આવે છે, કારણ કે તેની પરિભ્રમણ અક્ષ સૂર્યની તુલનામાં લગભગ 23.5 ડિગ્રી પર નમેલી છે. ઓયાંગ દલીલ કરે છે કે ચંદ્રનો ઝુકાવ માત્ર 1.5 ડિગ્રી હોવાથી, તેનો ધ્રુવીય પ્રદેશ ખૂબ નાનો છે. તેથી, એવું શક્ય નથી કે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હોય. જ્યાં નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવને 80 થી 90 ડિગ્રી માને છે, ઓયાંગ કહે છે કે તે 88.5 થી 90 ડિગ્રી પર તે વધુ નાનો હોવાનું માને છે, જે ચંદ્રના 1.5 ડિગ્રી ટિલ્ટને પ્રતિબિંબિત કરે છે.

જાણો ચીનના વૈજ્ઞાનિકે બીજા કયા કયા દાવા કર્યા?

જણાવી દઇએ કે, ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સના સભ્ય અને કોસ્મોકેમિસ્ટ ઓયાંગ જિયુઆન ચીનના પ્રથમ ચંદ્ર મિશનના મુખ્ય વૈજ્ઞાનિક હતા. તેમણે કહ્યું કે ભારતનું અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કે તેની નજીક ઉતર્યું નથી. ન તો તે ચંદ્રના દક્ષિણી ધ્રુવીય પ્રદેશમાં ઉતર્યું છે અને ન તો તે એન્ટાર્કટિક ધ્રુવીય પ્રદેશની નજીક ઉતર્યું છે. તેણે આ દાવો પોતાના સત્તાવાર સાયન્સ ટાઈમ્સ અખબારમાં કર્યો છે. વાસ્તવમાં ઓયાંગે આ દાવો દક્ષિણ ધ્રુવ ક્ષેત્રને લઈને કર્યો છે. તેમની માન્યતા દક્ષિણ ધ્રુવ ક્યાં છે તે દલીલ પર આધારિત છે.

ઉલ્લેખનીય છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતના ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પર ક્યારેય કોઈએ પ્રશ્ન કે વિવાદ કર્યો નથી. વાસ્તવમાં, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ચંદ્રની દૂર બાજુની નજીક સોફ્ટ લેન્ડિંગ માટે ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે. ભારત પણ પહેલા દિવસથી જ સ્પષ્ટ છે કે ચંદ્રયાન-3 અવકાશયાન 70 ડિગ્રી અક્ષાંશની આસપાસ ઉતરશે, જે દક્ષિણ ધ્રુવની નજીક છે.

આ પણ વાંચો - ISRO ને મળી વધુ એક સફળતા, ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3 ના ‘વિક્રમ’ લેન્ડરનું એકવાર ફરી સોફ્ટ લેન્ડિંગ

આ પણ વાંચો - ભારતે રચ્યો ઈતિહાસ, Chandrayaan-3 નું ચાંદની ધરતી પર સફળ લેન્ડિંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×