Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના મોસ્ટ વોન્ટેડ  Khalistani Terrorist નું મોત..!

ભારત (India)ના મોસ્ટ વોન્ટેડ (most wanted) ખાલિસ્તાની આતંકવાદી (Khalistani terrorist) ગુરપતવંત સિંહનું અમેરિકા (America)માં એક માર્ગ અકસ્માતમાં મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુરપતવંત સિંહ તેના મજબૂત ભારત વિરોધી વલણ અને અલગતાવાદી વિચારો માટે જાણીતો હતો. ખાલિસ્તાન સમર્થક...
ભારતના મોસ્ટ વોન્ટેડ  khalistani terrorist નું મોત
Advertisement
ભારત (India)ના મોસ્ટ વોન્ટેડ (most wanted) ખાલિસ્તાની આતંકવાદી (Khalistani terrorist) ગુરપતવંત સિંહનું અમેરિકા (America)માં એક માર્ગ અકસ્માતમાં મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુરપતવંત સિંહ તેના મજબૂત ભારત વિરોધી વલણ અને અલગતાવાદી વિચારો માટે જાણીતો હતો. ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહના મોતને લઈને અટકળો ઉભી થઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેનું મોત અમેરિકામાં કાર અકસ્માતમાં થયું હતું.
પન્નુને થોડા વર્ષો પહેલા ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો
શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુને થોડા વર્ષો પહેલા ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો. ખાલિસ્તાની આતંકવાદીના મોતની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી.
ખાલિસ્તાની આતંકવાદીઓના મોત
બે ખતરનાક ખાલિસ્તાની આતંકવાદીઓ અને તેના નજીકના સહયોગીઓ હરદીપ સિંહ નિજ્જર અને પરમજીત સિંહ પંજવાર તેમજ યુનાઈટેડ કિંગડમમાં શીખ કટ્ટરપંથી અવતાર સિંહ ખંડાના શંકાસ્પદ મૃત્યુ બાદ છેલ્લા કેટલાક દિવસોથી પન્નુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો.
વિદેશમાં હુમલા
ગુરપતવંત સિંહ પન્નુના મૃત્યુના સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે શીખ કટ્ટરવાદીઓ ભારત પર કેનેડામાં અલગ-અલગ જગ્યાએ ખાલિસ્તાન સમર્થકોની હત્યા કરવાનો આરોપ લગાવી રહ્યા છે. શીખ ઉગ્રવાદીઓએ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમ સહિત ઘણા દેશોમાં ભારતીય રાજદ્વારીઓ પર હુમલાની લહેર શરૂ કરી છે. પરિસ્થિતિ વધુ ગંભીર બની જ્યારે મંગળવારે (4 જુલાઈ) શીખ સમુદાયના એક કટ્ટરપંથી જૂથે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો અને તેને આગ લગાવી દીધી.
આ પણ વાંચો--રોલકોસ્ટરમાં ત્રણ કલાક સુધી ઉંધા લટકી રહ્યા બાળકો, VIDEO VIRAL
Tags :
Advertisement

.

×