Nigeria Blast : એક પછી એક ત્રણ આત્મઘાતી હુમલા, ગર્ભવતી મહિલા અને બાળકો સહિત 18 લોકોના મોત
Nigeria Blast : Nigeria માંથી હ્રદય કંપાવી નાખે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. Nigeria ના રસ્તાઓ ઉપર મૃત્યુ તાંડવ થઈ જવા પામ્યો છે. Nigeria માં આત્મઘાતી હુમલાની ઘટના આમે આવી છે. આ ઘાતક હુમલામાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 42 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શનિવારે ઉત્તર-પૂર્વ નાઈજીરિયાના ગ્વોઝા શહેરમાં ત્રણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. આ આત્મઘાતી હુમલાખોરોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલાએ જે કર્યું છે તેને સાંભળીને તમારા પણ રૂંવાડા પણ ઊભા થઈ જશે. આ મહિલા પોતાના પીઠ પર બાંધેલા બાળકને લઈને જઈ રહી હતી. આ બાદ તેને એક લગ્ન સમારોહમાં જઈને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ આત્મઘાતી હુમલો ખરેખર ખૂબ જ વિચલિત કરનારો છે.
ત્રણ સ્થળો ઉપર કરવામાં આવ્યો આત્મઘાતી હુમલો
Nigeria: At least 18 people killed, 48 others injured in bomb blasts in Borno
Read @ANI Story | https://t.co/IZvJSNGu2s#Borno #Nigeria #blast pic.twitter.com/UqTr2aktdV
— ANI Digital (@ani_digital) June 30, 2024
આ આત્મઘાતી હુમલા ત્રણ સ્થળો ઉપર કરવામાં આવ્યા હતા. પહેલો વિસ્ફોટ શનિવારે બપોરે લગભગ 3 વાગ્યે એક લગ્ન સમારંભમાં થયો હતો. ત્યારપછી, બીજો બ્લાસ્ટ જનરલ હોસ્પિટલ ગ્વોઝામાં થયો હતો અને ત્રીજો બ્લાસ્ટ અંતિમ સંસ્કાર વખતે થયો હતો. આ આત્મઘાતી હુમલામાં આ અંગે મળી રહેલી માહિતી મુજબ કેમેરોનિયન સરહદી શહેરમાં આત્મઘાતી હુમલામાં એક હોસ્પિટલને પણ નિશાન બનાવવામાં આવી હતી તેટલું જ નહીં પરંતુ અંતિમ સંસ્કારના સ્થળે પણ આત્મઘાતી વિસ્ફોટ પણ કરવામાં આવ્યો હતો.
હુમલામાં 18 ના મૃત્યુ અને 42 ઘાયલ
મળતી માહિતી મુજબ આ ઘાતક હુમલામાં અત્યાર સુધીમાં 18 લોકો માર્યા ગયા છે અને 42 અન્ય ઘાયલ થયા છે. દુખદ વાત તો એ છે કે આ મૃતકોમાં બાળકો, પુરુષો, મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલો અનુસાર, 19 ગંભીર રીતે ઘાયલ લોકોને પ્રાદેશિક રાજધાની મૈદુગુરી લઈ જવામાં આવ્યા હતા, જ્યારે 29 અન્ય લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Nigeria ના બોર્નોમાં આતંકવાદી જૂથો સક્રિય
આ ઘટના વિશે વધારે વાત કરવામાં આવે તો નાઈજીરિયાનો બોર્નો એવો વિસ્તાર છે જ્યાં સૌથી વધુ આતંકવાદી જૂથો સક્રિય છે. બોકો હરામ અને તેનાથી અલગ થઈ ગયેલું ઈસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ ગ્રુપ એકદમ સક્રિય છે. આ હુમલો બોકો હરામ પર થયો હોવાની આશંકા છે. બોકો હરામે ઈસ્લામિક સ્ટેટ સાથે હાથ મિલાવીને નાઈજીરિયામાં આતંકવાદનો વ્યાપ વધાર્યો છે. બોકો હરામ અત્યાર સુધીમાં હજારો લોકોની નિર્દયતાથી હત્યા કરી ચૂક્યું છે.
આ પણ વાંચો : PM મોદીએ યુરોપિયન કાઉન્સિલના નવા પ્રમુખ António Costa ને અભિનંદન પાઠવ્યા હતા…