Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UAEના રાષ્ટ્રપતિએ PM MODI ને પહેરાવી ફ્રેન્ડશીપ બેલ્ટ...!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શનિવારે એક દિવસની મુલાકાતે અબુ ધાબી (Abu Dhabi) પહોંચ્યા હતા. પીએમ મોદીની સંયુક્ત આરબ અમીરાત (UAE)ની આ પાંચમી મુલાકાત હતી. એરપોર્ટ પર સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમનું...
uaeના રાષ્ટ્રપતિએ pm modi ને પહેરાવી ફ્રેન્ડશીપ બેલ્ટ
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શનિવારે એક દિવસની મુલાકાતે અબુ ધાબી (Abu Dhabi) પહોંચ્યા હતા. પીએમ મોદીની સંયુક્ત આરબ અમીરાત (UAE)ની આ પાંચમી મુલાકાત હતી. એરપોર્ટ પર સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદી આજે સાંજે જ સ્વદેશ જવા રવાના થઈ ગયા છે.
ફળદાયી UAEની મુલાકાત પૂર્ણ
મુલાકાતના સમાપનમાં પીએમ મોદીએ ટ્વિટર પર કહ્યું, "એક ફળદાયી UAEની મુલાકાત પૂર્ણ થઈ. આપણા દેશો આપણા ગ્રહને સુધારવાના હેતુથી વિવિધ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. હું ઉષ્માભર્યા આતિથ્ય માટે મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ. નાહયાનનો આભાર માનું છું.."

ખાડી દેશમાં IIT-દિલ્હી કેમ્પસ ખોલાશે
આ દરમિયાન, બંને નેતાઓ વચ્ચે સ્થાનિક ચલણમાં વેપાર પતાવટ શરૂ કરવા, ભારત અને UAEની ઝડપી ચુકવણી પ્રણાલીને લિંક કરવા અને ખાડી દેશમાં IIT-દિલ્હી કેમ્પસ ખોલવા પર સહમતિ થઈ હતી.

Advertisement

ભારત-UAE સંબંધો પર ચર્ચા
આ પહેલા પીએમએ અન્ય એક ટ્વિટમાં તસવીરો શેર કરી હતી, જેમાં સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ પીએમ મોદીને ફ્રેન્ડશિપ બેન્ડ પહેરાવતા જોવા મળે છે. પોતાના ટ્વિટમાં PM એ લખ્યું, "શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરવી હંમેશા આનંદદાયક છે. વિકાસ માટે તેમની ઉર્જા અને વિઝન પ્રશંસનીય છે. અમે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને વધારવાના માર્ગો સહિત ભારત-UAE સંબંધો પર ચર્ચા કરી."
પીએમ મોદી 5 વખત ગલ્ફ કન્ટ્રીની મુલાકાત લઈ ચુક્યા છે
તમને જણાવી દઈએ કે મોદીને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોને માન્યતા આપવા માટે 2019માં UAEનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઑફ ઝાયેદ' એનાયત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ પહેલા 2015, 2018, 2019 અને 2022માં ગલ્ફ દેશની મુલાકાત લીધી હતી.
બંને દેશો વચ્ચે કરાર
UAEના રાષ્ટ્રપતિને મળ્યા બાદ PM મોદીએ કહ્યું કે ગયા વર્ષે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર થયા બાદથી ભારત-UAE વેપારમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. બંને દેશોની કરન્સીમાં વેપારના સમાધાન માટે શનિવારે થયેલા કરાર બંને દેશો વચ્ચેના મજબૂત આર્થિક સહયોગ અને પરસ્પર વિશ્વાસને દર્શાવે છે. UAE સાથે બંને દેશોની કરન્સીમાં વેપાર સમાધાન અંગેના કરારથી દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વેગ મળશે. પીએમ મોદીએ કહ્યું કે તેમને શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન તરફથી હંમેશા ભાઈચારો મળ્યો છે. તેમણે UAE પ્રમુખને કહ્યું, "અમારા દેશો વચ્ચેના સંબંધો જે રીતે વિસ્તર્યા છે તેમાં તમારું ઘણું મોટું યોગદાન છે. ભારતમાં દરેક વ્યક્તિ તમને સાચા મિત્ર તરીકે જુએ છે."
PM મોદી COP-28માં ભાગ લેશે
બંને દેશોની મધ્યસ્થ બેંકો વચ્ચેના એમઓયુ વિશે વાત કરતા, પીએમએ કહ્યું, "ભારત-યુએઈ સહયોગનું આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે. તે ઉન્નત આર્થિક સહયોગનો માર્ગ મોકળો કરે છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્રિયાપ્રતિક્રિયાઓને સરળ બનાવશે."
Advertisement
Tags :
Advertisement

.

×