Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈઝરાયરલના હુમલામાં ભારતીય રીટાયર્ડ કર્નલનું મોત, વાંચો અહેવાલ

ઈઝરાયરલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલુ છે. બને દેશ વચ્ચે છેલ્લા લગભગછેલ્લા 7 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધમાંથી હવે ભારત માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આ યુદ્ધ એક...
ઈઝરાયરલના હુમલામાં ભારતીય રીટાયર્ડ કર્નલનું મોત  વાંચો અહેવાલ
Advertisement

ઈઝરાયરલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલુ છે. બને દેશ વચ્ચે છેલ્લા લગભગછેલ્લા 7 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધમાંથી હવે ભારત માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આ યુદ્ધ એક પૂર્વ ભારતીય કર્નલના મૃત્યુનું કારણ બન્યું છે. ગાઝાના રફાહમાં ભારતના પૂર્વ કર્નલ વૈભવ અનિલ કાલેએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિટાયર્ડ કર્નલ વૈભવ અનિલ કાલે ગાઝાના રફાહમાં સંયુક્ત રાષ્ટ્ર ( UN ) માટે કાર્યરત હતા. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ ઘટનામાં એક કર્મચારીના ઘાયલ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

વૈભવ અનિલ કાલે એક મહિના પહેલા જ ગાઝામાં યુનાઈટેડ નેશન્સ ( UN ) ડિપાર્ટમેન્ટ ઓફ સેફ્ટી એન્ડ સિક્યુરિટી (DSS)માં સુરક્ષા સેવા સંયોજક તરીકે જોડાયા હતા. મળતી માહિતી અનુસાર, કર્નલ વૈભવ અનિલ કાલે પોતાના વાહનમાં ક્યાંક જઈ રહ્યા હતા તે સામે દરમિયાન જ અચાનક વાહન પર હુમલો થયો હતો. આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો તે પણ હજી સામે આવ્યું નથી. આ હુમલામાં કર્નલ વૈભવ અનિલ કાલેએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Advertisement

Advertisement

સંયુક્ત રાષ્ટ્રના ( UN ) નિવેદન અનુસાર, અનિલ કાલે તેના સાથીદાર સાથે યુએનના વાહનમાં રફાહમાં યુરોપિયન હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. UN ના મહાસચિવ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવા માંગ કરવામાં આવી છે અને હુમલાની આકરી નિંદા કરી અને મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : POK માં લોકો રસ્તા પર ઉતર્યા, પાકિસ્તાની સુરક્ષા દળોએ લોકો પર ગોળીબાર કર્યો…

Tags :
Advertisement

.

×