Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan માં બની શર્મનાક ઘટના! અચાનક ટોળાએ મહિલાને ઘેરીને કહ્યું, ‘તારા કપડા...’

Pakistan: પાકિસ્તાનથી એક શર્મનાક સમાચાર સામે આવ્યાં છે. પાકિસ્તાનમાં એક મહિલા સાથે લોકોએ જે કર્યું છે જોઈને માણસનો આત્મ પણ કકળી ઉઠે! બજારમાં એકલી ફરતી મહિલાને એક ટોળાએ ઘેરી લીધી હતી. તેની પાછળનું કારણ તેના કપડાને આભારી હતું. મહિલાએ અરબીમાં...
pakistan માં બની શર્મનાક ઘટના  અચાનક ટોળાએ મહિલાને ઘેરીને કહ્યું  ‘તારા કપડા   ’
Advertisement

Pakistan: પાકિસ્તાનથી એક શર્મનાક સમાચાર સામે આવ્યાં છે. પાકિસ્તાનમાં એક મહિલા સાથે લોકોએ જે કર્યું છે જોઈને માણસનો આત્મ પણ કકળી ઉઠે! બજારમાં એકલી ફરતી મહિલાને એક ટોળાએ ઘેરી લીધી હતી. તેની પાછળનું કારણ તેના કપડાને આભારી હતું. મહિલાએ અરબીમાં પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. પરંતુ પાકિસ્તાનના લોકો માનતા હતા કે આ કુરાનની આયતો છે. લોકોએ મહિલા પર ઈસનિંદાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહિલા સાથે કઈ થાય તે પહેલા ત્યાં પોલીસ આવી અને મહિલાને સુરક્ષીત રીતે ત્યાંથી બહાર કાઢીં હતી.

પંજાબ પોલીસે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો

અત્યારે આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસે કહ્યું કે, મહિલા પોતાના પતિ સાથે માર્કેટમાં ખરીદી કરવા માટે આવી હતી ત્યારે લોકોએ તેના પર હુમલો કરી દીધો હતો. લોકોના ટોળાએ મહિલાને તેના કપડા ઉતારી દેવાનું કહ્યું હતું. પોલીસકર્મીની ઓળખ એએસપી સૈયદા શાહરાબાનો નકવી તરીકે થઈ છે અને પંજાબ પોલીસે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં ઘટનાસ્થળે હાજર રહેલા અને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરનાર અધિકારીની પ્રશંસા કરવામાં આવી હતી. તે મહિલાને ભીડથી દૂર લઈ જતા જોઈ શકાય છે.

Advertisement

Advertisement

મહિલા પોલીસના થઈ રહ્યા છે ભારે વખાણ

પાકિસ્તાનમાં એક રેસ્ટોરેન્ટમાં એક મહિલા પોતાના મોઢા પર હાથ રાખીને ઊભી હતી અને બહાર લોકોની ભીડ હતી. ત્યાં સમયસર પોલીસ આવી પહોંચી અને મહિલાનો જીવ બચી ગયો. પોલીસે ત્યાંથી મહિલાને સુરક્ષીત બહાર કાઢી હતી. મળતી વિગતો પ્રમાણે આ વીડિયો Punjab Police Official નામના એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે સાથે લોકો અત્યારે વીડિયો જોઈને મહિલા પોલીસના વખાણ કરી રહ્યા છે. મોટાભાગના લોકો મહિલાના સમર્થનમાં બહાર આવ્યા છે. એક યુઝરે આ ડ્રેસની તસવીર પણ શેર કરી છે. બાદમાં પીડિત મહિલાની બીજી તસવીર સામે આવી, જેમાં તે બે મૌલવીઓની વચ્ચે હાથ જોડીને બેઠી છે. મહિલા માફી માંગે છે અને કહે છે કે તે આ ડ્રેસ ફરીથી ક્યારેય નહીં પહેરે. છતાં પણ લોકોએ તેને માફ ના કરી પછી પોલીસે આવીને મહિલાને બચાવી હતીં.

આ પણ વાંચો: Hemil: ભારતીય યુવકનું યુક્રેન મિસાઈલ હુમલામાં મોત, રશિયન સેનામાં કરતો હતો કામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×