SUNITA WILLAMS એ અવકાશમાંથી કરી PRESS CONFERENCE, કહ્યું - અવકાશયાન અમને ઘરે પહોંચાડશે!
SUNITA WILLAMS ને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોર જૂન મહિનામાં NASA માંથી SPACE માં ગયા હતા. પરંતુ પોતાના અવકાશયાનમાં ખામી સર્જાતાં તેઓ પરત ફરી શક્યા ન હતા. હવે તેમને લગતા સારા સમાચાર સામે આવી રહ્યા છે જેના અનુસાર, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનો સંદેશો આવ્યો છે. તેમાં તેમણે જલ્દી જ પૃથ્વી ઉપર પાછા ફરવાની ખાતરી આપી છે. આ સાથે આ સંદેશમાં સુનિતાએ અંતરિક્ષમાંથી પૃથ્વી પર આવેલા નાના તોફાનો અને ચક્રવાત વિશેની વાત પણ કહી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
SUNITA WILLAMS એ પરત ફરવાની આપી ખાતરી
Sunita Williams,Butch Wilmore હજુ ફસાયેલા
"અવકાશયાન અમને ઘરે પહોંચાડશે"#SunitaWilliams #ButchWilmore #AstronautsStranded #SpaceMission #VideoCall #HomewardBound #SpaceTravel #AstronautLife #MissionUpdate #SpaceNews #Gfcard #GujaratFirst pic.twitter.com/1eDeT4HLd5— Gujarat First (@GujaratFirst) July 11, 2024
SUNITA WILLAMS અને તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર જૂન મહિનામાં આઠ દિવસના મિશન માટે SPACE STATION માં પહોંચ્યા હતા. પરંતુ તેમના અવકાશયાનમાં કોઈ ટેક્નિકલ ખામી આવવાના કારણે તેઓ અટવાઈ ગયા હતા. તેઓ અઠવાડિયા પહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પરત આવવાના હતા. અવકાશયાત્રી બૂચ વિલ્મોર અને સુનિતા 13 જૂનથી ISS પર ફસાયેલા છે. પરંતુ તેમણે પત્રકાર સાથે અવકાશમાંથી જ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
અવકાશયાન આપણને ઘરે પહોંચાડશે, તેમાં કોઈ સમસ્યા નથી - SUNITA WILLAMS
સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીની આ પ્રેસ કોન્ફરન્સમાં SUNITA WILLAMS એ કહ્યું હતું કે, 'મારા હૃદયમાં સારી લાગણી છે કે અવકાશયાન આપણને ઘરે પહોંચાડશે, તેમાં કોઈ સમસ્યા નથી.' પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બંને અવકાશયાત્રીઓની આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી. સુનિતા અને બૂચે મિશનના આ અચાનક વિસ્તરણ વિશે ફરિયાદ કરી ન હતી. બંનેએ કહ્યું કે તેઓ ISS પર હાજર ક્રૂની મદદ કરવામાં આનંદ અનુભવી રહ્યા છે. બંને અવકાશયાત્રીઓએ મિશનના લંબાણને હકારાત્મક રીતે લીધો. આનાથી તેને ISS ક્રૂ સાથે વધુ સહકાર કરવાની તક મળી હતી.
આ પણ વાંચો : Mistress Marley News: પુરુષો સ્વૈચ્છિક યૌન ઉત્પીડનનો અનુભવ લેવા માટે આ મહિલાને આપે છે લાખો રૂપિયા!