New York : આકાશમાં બે વિમાન અથડાતા બચ્યા, Video તમારા રૂંવાડા કરી દેશે ઉંભા
અમેરિકાના ન્યૂયોર્ક (New York) સ્થિત સિરાક્યુઝ હેનકોક એરપોર્ટ (Syracuse Hancock Airport) પરથી ટેકઓફ થયેલી બે ફ્લાઈટ્સ (Two Flights) આકાશમાં સામસામે આવી ગઈ, જેનો એક વીડિયો (Video) પણ સામે આવ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો તે ચોંકી ગયા હતા. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે બંને પ્લેન (Plan) એકબીજા સાથે અથડાશે, પણ મોટી દુર્ઘટના ટળી હતી. આ ભયાનક ક્ષણ શહેર પોલીસ (City Police) દ્વારા લેવામાં આવેલા ડેશ કેમેરાના વીડિયો (dash camera video) માં કેદ થઈ ગયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને (Federal Aviation Administration) આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
ન્યૂયોર્કના આકાશમાં બે પ્લેનોની ટક્કર ટળી
દુનિયામાં સૌથી સુરક્ષિત મુસાફરી એરલાઈનને ગણવામાં આવે છે. પણ છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટમાં થઇ રહેલી પરેશાનીથી મુસાફરો પરેશાન છે. ત્યારે ન્યૂયોર્ક (New York) ના આકાશમાં કઇંક એવું દ્રશ્ય કેમેરામાં કેદ થયું કે જેણે પણ જોયું તે લગભગ પ્લેનમાં બેસતા પણ ડરશે. જીહા, ન્યૂયોર્ક સ્થિત સિરાક્યુઝ હેનકોક એરપોર્ટમાં કોમર્શિયલ એરલાઇન્સના બે એરક્રાફ્ટને એક જ સમયે ટેક ઓફ અને લેન્ડ થવાના સંકેત મળ્યા હતા. જેના કારણે બંને ફ્લાઈટ્સ આકાશમાં ખૂબ નજીક આવી ગઇ હતી. તેમની વચ્ચે માત્ર 725 ફૂટનું અંતર હતું. આ સમગ્ર ઘટના પોલીસના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક વીડિયોમાં બંને પ્લેન એકબીજા સાથે અથડાતા રહી જાય છે.
NEW: The FAA has launched an investigation after two planes nearly collided at New York’s Syracuse Hancock International Airport.
A commercial flight was forced to abort the landing when an airplane taking off nearly ran into the plane.
The planes came within just… pic.twitter.com/jW5pyqZCeM
— Collin Rugg (@CollinRugg) July 10, 2024
રાહ જુઓ... તમને ટેકઓફની પરવાનગી કોણે આપી?'
પીએસએ એરલાઇન્સ દ્વારા સંચાલિત અમેરિકન ઇગલ ફ્લાઇટ 5511ને લેન્ડિંગ માટે મંજૂરી મળી હતી અને તે જ સમયે એન્ડેવર એરલાઇન્સ દ્વારા સંચાલિત અન્ય ડેલ્ટા કનેક્શન 5421ને તે જ રનવે પરથી ટેક ઓફ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. એર ટ્રાફિક કંટ્રોલ (ATC)એ શરૂઆતમાં અમેરિકન ઈગલ ફ્લાઈટને લેન્ડિંગ ક્લિયરન્સ આપ્યું હતું, પરંતુ પછી આશ્ચર્યજનક રીતે, ડેલ્ટા કનેક્શન 5421ને એ જ રનવે પરથી ટેક ઓફ કરવા માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું. આના પર પ્લેનના પાયલટે પૂછ્યું- રાહ જુઓ, બીજી ફ્લાઈટને ટેકઓફ કરવાની મંજૂરી કોણે આપી?
આ પણ વાંચો - Peshawar : સાઉદી એરલાઈન્સના વિમાનમાં આગ લાગતા….
આ પણ વાંચો - હવે એલિયન્સને જોવા NASA માટે ડાબા હાથનો ખેલ!