Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vietnam દેશનો સૌથી મોટા Scam! કોર્ટે એવી સજા ફટકારી કે આત્મા પણ કકળી ઉઠે

Vietnam: દુનિયામાં ઘણા એવા દેશો છે ત્યા કાયદા ખુબ જ કડક છે. અહીં ગુનેગારોને કજકમાં કડક સજા કરવામાં આવતી હોય છે. આવો જ એક દેશ છે Vietnam. વિયેતનામએ તેના અત્યાર સુધીના સૌથી મોટા છેતરપિંડીના કેસમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ ટ્રુઓંગ માય...
vietnam દેશનો સૌથી મોટા scam  કોર્ટે એવી સજા ફટકારી કે આત્મા પણ કકળી ઉઠે
Advertisement

Vietnam: દુનિયામાં ઘણા એવા દેશો છે ત્યા કાયદા ખુબ જ કડક છે. અહીં ગુનેગારોને કજકમાં કડક સજા કરવામાં આવતી હોય છે. આવો જ એક દેશ છે Vietnam. વિયેતનામએ તેના અત્યાર સુધીના સૌથી મોટા છેતરપિંડીના કેસમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ ટ્રુઓંગ માય લેનને મોતની સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે, રિયલ એસ્ટેટ ટાયકૂન ટ્રુઓંગ માય લેનને દેશના અત્યાર સુધીના સૌથી મોટા નાણાકીય છેતરપિંડીના કેસમાં ગુરુવારે દક્ષિણ વિયેતનામના હો ચી મિન્હ શહેરની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

આ સૌથી ઉચ્ચ પ્રોફાઇલ ધરપકડોમાંની એક છે

સરકારી મીડિયા થાન્હ નિયેને આ જાણકારી આપી. રિયલ એસ્ટેટ કંપની વેન થિન્હ ફેટના 67 વર્ષીય ચેરમેન પર 12.5 બિલિયન યુએસ ડોલરની છેતરપિંડીનો આરોપ હતો. જે દેશના 2022 જીડીપીના લગભગ 3 ટકા છે. ઉલ્લેખનીય છે કે, તમણે 2012 થી 2022 ની વચ્ચે સાઈગોન જોઈન્ટ સ્ટોક કોમર્શિયલ બેંકને ગેરકાયદેસર રીતે નિયંત્રિત કરી, હજારો શેલ કંપનીઓ દ્વારા આ ભંડોળને ડાયવર્ટ કર્યું અને સરકારી અધિકારીઓને લાંચ આપી. ઓક્ટોબર 2022 માં લેનની ધરપકડ વિયેતનામના ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં સૌથી ઉચ્ચ પ્રોફાઇલ ધરપકડોમાંની એક હતી. 2022 થી ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ વધુ તીવ્ર બની છે.

Advertisement

Advertisement

અહી ક્રાઈમ કર્યું તો ગયા સમજો

નોંધનીય છે કે, અહીં કોઈ પણ પ્રકારનું ક્રાઈમ બરદાસ્ત કરવામાં આવતું નથી. જો તમે પકડાઈ જાઓ તો કડકમાં કડક સજા કરવામાં આવે છે. વિયેતનામમાં કહેવાતા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાને વિયેતનામના રાજકારણના ઉચ્ચ હોદ્દા પરના લોકોને પણ ફટકો આપ્યો છે. આ અભિયાનમાં ફસાયા બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વો વેન થુંગે પણ માર્ચમાં રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચો: Pakistan: પાકિસ્તાની આર્મીની દાદાગીરી, પોતાના જ દેશની પોલીસના કર્યા આવા હાલ!

આ પણ વાંચો: PAKISTAN : કરાંચીના રસ્તા પર ઉતર્યા 3 લાખ પ્રોફેશનલ ભિખારી, મોલ અને સિગ્નલ પર જમાવ્યો અડ્ડો

આ પણ વાંચો: NASA: શું ચંદ્ર પર એલિયન્સ રહે છે? નાસાએ શેર કરેલ તસવીર UFO જેવી લાગે છે

Tags :
Advertisement

.

×