વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વ્યાપક આર્થિક સહકાર કરાર (CECA) પર કામ કરી રહ્યા છે. પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યું કે બંને દેશોએ ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) પર હસ્તાક્ષર કર્યા છે અને આનાથી આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો થવાની અપેક્ષા છે.સિડનીમાં કુડોસ બેંક એરેના ખાતે ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ કહ્યું કે બંને દેશો હવે CECA પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, અમે એક મજબૂત અને વિશ્વસનીય સપ્લાય ચેઈન બનાવી રહ્યા છીએ. તેનાથી બંને દેશોનો વેપાર મજબૂત થશે.
India, Australia free trade pact talks in June, July: FS Vinay Kwatra
Read @ANI Story | https://t.co/r26qpfo354#FTA #IndiaAustraliaTies #PMModi #Sydney #AnthonyAlbanese #TradePact #CECA pic.twitter.com/UBdDyHGAQt
— ANI Digital (@ani_digital) May 24, 2023