World : પહેલા જેક મા, પછી વિદેશ મંત્રી... ચીનમાં VIP ના અચાનક ગાયબ થવા પાછળનું રહસ્ય શું છે?
ચીનની સરકારમાં જાણીતો ચહેરો અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના ગણાતા કિન ગેંગ લગભગ એક મહિનાથી ગાયબ છે, ત્યારે હાલમાં સમાચાર મળી રહ્યા છે કે તેમને વિદેશ મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જિનપિંગે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ તેમને વિદેશ...
Advertisement
ચીનની સરકારમાં જાણીતો ચહેરો અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના ગણાતા કિન ગેંગ લગભગ એક મહિનાથી ગાયબ છે, ત્યારે હાલમાં સમાચાર મળી રહ્યા છે કે તેમને વિદેશ મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જિનપિંગે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ તેમને વિદેશ પ્રધાન નિયુક્ત કર્યા હતા અને એક મહિના અગાઉ તેઓ બેઇજિંગમાં યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકનને મળ્યા હતા, જેમાં બંને નેતાઓ રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરવા સંમત થયા હતા.
લગભગ એક મહિના પહેલા કિન ગેંગ ઈન્ડોનેશિયામાં એક મીટિંગમાં ભાગ લેવાના હતા, પરંતુ તે ત્યાં પહોંચ્યા નહતા. જાણવા મળ્યું હતું કે તેમની તબિયત સારી ન હોવાથી તેઓ અહીં પહોંચી શક્ય નથી. પરંતુ આ અંગે તેમના તરફથી કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. આ સિવાય યુરોપિયન યુનિયનના ચીફ ઓફ ફોરેન અફેર્સ જોસેફ બોરેલ સાથે તેમની મુલાકાત થવાની હતી, પરંતુ તેની તારીખને જાણ કર્યા વિના લંબાવવામાં આવી હતી. આ ગેંગ છેલ્લે 25 જૂનના રોજ જોવા મળ્યા હતા, ત્યારબાદ તેઓ જાહેરમાં દેખાયા નથી. જ્યારે તેઓ લગભગ ચાર અઠવાડિયા સુધી પરત ન ફર્યા ત્યારે અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.
અગાઉ કિન ગેંગની નાંદુરસ્ત તબિયતને કારણે જાહેર કાર્યક્રમમાં હાજરી આપી નહીં હોવાનું જણાવ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદનોમાં અને રાજ્યના મીડિયા કવરેજમાં પણ કિન ગેંગનો કોઈ ઉલ્લેખ નથી. કિન ગેંગની છેલ્લી સાર્વજનિક ઘટના 25 જૂનના રશિયન, શ્રીલંકન અને વિયેટનામના અધિકારીઓ સાથેની બેઠકની હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે કિન ગેંગ હોંગકોંગની ટીવીની રિપોર્ટર ફુ શિયાઓટિયનની સાથે લગ્નેતર સંબંધ થરાવે છે. બંનેના વીડિયો અને ફોટો પણ તાજેતરમાં વાઈરલ થયા હતા. વિદેશ પ્રધાનના લગ્નેતર સંબંધની જાણ થયા પછી સરકારને નવો નિર્ણય લઈને સૌને ચોંકાવી નાખ્યા છે, કારણ કે તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના વિશ્વાસુ વ્યક્તિ હોવાનું કહેવાતું હતું.
ડિસેમ્બરમાં જ વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા
કિન ગેંગને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ખૂબ જ નજીક માનવામાં આવે છે અને તેમને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમની ગણતરી ચીનના સૌથી લોકપ્રિય રાજકીય ચહેરાઓમાં થાય છે. તેમની લાંબી ગેરહાજરીથી લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. એટલું જ નહીં, સામાન્ય ચીની લોકો પણ આ નેતાના ગુમ થવાથી ચિંતિત હોવાનું કહેવાય છે.


