Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મમતા બેનર્જીએ કહ્યું ભાજપ ડિસેમ્બરમાં જ લોકસભાની ચૂંટણી કરાવી દે તો આશ્ચર્ય નહીં

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) અધ્યક્ષ મમતા બેનર્જીએ આગામી લોકસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે (28 ઓગસ્ટ) કોલકાતામાં કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી (BJP) ડિસેમ્બરમાં જ લોકસભાની ચૂંટણી કરાવે તો તેમને આશ્ચર્ય થશે નહીં....
મમતા બેનર્જીએ કહ્યું ભાજપ ડિસેમ્બરમાં જ લોકસભાની ચૂંટણી કરાવી દે તો આશ્ચર્ય નહીં
Advertisement

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) અધ્યક્ષ મમતા બેનર્જીએ આગામી લોકસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે (28 ઓગસ્ટ) કોલકાતામાં કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી (BJP) ડિસેમ્બરમાં જ લોકસભાની ચૂંટણી કરાવે તો તેમને આશ્ચર્ય થશે નહીં.

મમતા બેનર્જી પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને પણ સમય પહેલા લોકસભાની ચૂંટણી થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર નિશાન સાધતા બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યપાલ બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, હું આ પદનું સન્માન કરું છું, પરંતુ તેમની ગેરબંધારણીય પ્રવૃત્તિઓનું સમર્થન નથી કરતી

Advertisement

"ભાજપે તમામ હેલિકોપ્ટર બુક કરાવ્યા"

Advertisement

મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે ભાજપે લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે તમામ હેલિકોપ્ટર પહેલાથી જ બુક કરી લીધા છે જેથી અન્ય રાજકીય પક્ષો પ્રચાર માટે તેનો ઉપયોગ ન કરી શકે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે અમે બંગાળમાં CPI(M)નું શાસન ખતમ કર્યું, હવે અમે લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવીશું. ભાજપે આપણા દેશને પહેલાથી જ સમુદાયો વચ્ચે કડવાશના દેશમાં ફેરવી દીધો છે. જો તેઓ સત્તામાં પાછા ફરશે તો તે આપણા દેશને નફરતનો દેશ બનાવી દેશે

Tags :
Advertisement

.

×