Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુંછ આતંકી હુમલા કેસમાં 14 લોકો કસ્ટડીમાં, પૂછપરછ ચાલુ

જમ્મુ અને કાશ્મીરના પુંછમાં થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં પૂછપરછ માટે ઓછામાં ઓછા 14 લોકોની અટકાયત કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. હુમલાના બીજા દિવસે શનિવારે કોર્ડન અને સર્ચ ઓપરેશનમાં ડ્રોન અને સ્નિફર...
પુંછ આતંકી હુમલા કેસમાં 14 લોકો કસ્ટડીમાં  પૂછપરછ ચાલુ
Advertisement

જમ્મુ અને કાશ્મીરના પુંછમાં થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં પૂછપરછ માટે ઓછામાં ઓછા 14 લોકોની અટકાયત કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. હુમલાના બીજા દિવસે શનિવારે કોર્ડન અને સર્ચ ઓપરેશનમાં ડ્રોન અને સ્નિફર ડોગનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કરવામાં આવ્યું છે. ગુરુવારે પુંછમાં આતંકવાદી હુમલા બાદ તેમના વાહનમાં આગ લાગતાં સેનાના પાંચ જવાનો માર્યા ગયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આતંકીઓએ હુમલા માટે સ્ટીકી બોમ્બનો ઉપયોગ કર્યો હતો. તેઓએ કટરા હુમલાની જેમ આ હુમલો કર્યો છે. IBએ ગૃહ મંત્રાલય અને NIAને જણાવ્યું કે ટ્રક પર લગભગ 36 રાઉન્ડ ગોળી વરસાવવામાં આવી હતી. સ્ટીલ બુલેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

શહીદ જવાન પંજાબ અને ઓડિશાના રહેવાસી

શહીદ થયેલા જવાનોની ઓળખ લાન્સ નાઈક દેબાશીષ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકિશન સિંહ, સિપાહી સેવક સિંહ અને હવાલદાર મનદીપ સિંહ તરીકે થઈ છે. જેમાંથી લાન્સ નાઈક દેબાશીશ બસવાલ ઓડિશાના રહેવાસી છે, બાકીના ચાર શહીદ પંજાબના રહેવાસી છે.

આ પણ વાંચો : Poonch Attack : હવે આતંકીઓની ખેર નહીં, સેનાએ બનાવ્યો માસ્ટર પ્લાન

Tags :
Advertisement

.

×