Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારે જનતાને આપી મોટી ભેટ

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારે લોકોને મોટી ભેટ આપી છે. અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર 1 જૂનથી રાજ્યના લોકોને મફત વીજળી આપશે. જેમાં 100 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરતા 1.04 કરોડ ગ્રાહકોની બિલ ફી ફ્રી રહેશે. આમાં ફક્ત...
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારે જનતાને આપી મોટી ભેટ
Advertisement

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારે લોકોને મોટી ભેટ આપી છે. અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર 1 જૂનથી રાજ્યના લોકોને મફત વીજળી આપશે. જેમાં 100 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરતા 1.04 કરોડ ગ્રાહકોની બિલ ફી ફ્રી રહેશે.

આમાં ફક્ત તે જ ગ્રાહકોને સામેલ કરવામાં આવશે, જેમણે રાહત શિબિરમાં નોંધણી કરાવી છે. રાજસ્થાનમાં કુલ 1.24 કરોડ સ્થાનિક ગ્રાહકો છે, પરંતુ માત્ર 76 લાખ લોકોએ રાહત શિબિરોમાં નોંધણી કરાવી છે. બીજી તરફ, જે ગ્રાહકોનો વીજ વપરાશ 100 યુનિટથી વધુ છે તેમને નિયત સબસિડી મળવાનું ચાલુ રહેશે. તેમની નોંધણી કરાવવાની કોઈ ફરજ નથી. જો ગ્રાહક અત્યારે રજીસ્ટ્રેશન કરાવશે તો તેને આગામી બિલમાંથી મફત વીજળીનો લાભ મળશે. જો કે, આ ડિસ્કાઉન્ટ માત્ર મે મહિનામાં વપરાશના આધારે ઉમેરવામાં આવશે.

Advertisement

સાથે જ અધિકારીઓને મફત વીજળીનો દુરુપયોગ અટકાવવા સૂચનાઓ આપવામાં આવી છે. જે ગ્રાહકોનો વીજ વપરાશ 90 થી 100 યુનિટ સુધી આવતો હોય તેવા ગ્રાહકોના સેમ્પલ રીડિંગની ચકાસણી કરવામાં આવશે, જેથી ઓછા રીડીંગ બતાવીને મફત વીજળીનો લાભ આપવામાં ન આવે તેની ખાતરી કરવામાં આવશે.

Advertisement

કેવી રીતે મળશે રાહત?

  • 100 યુનિટ સુધીનું વીજળી બિલ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યું છે
  • 100 થી 150 યુનિટ સુધી રૂ.3 પ્રતિ યુનિટ સબસિડી
  • 150 થી 300 યુનિટ સુધી રૂ.2 પ્રતિ યુનિટ સબસિડી
Tags :
Advertisement

.

×