ભારતની આઝાદીના આગામી 25 વર્ષ Kartavya Kaal થવા જઈ રહ્યા છે: PM Modi
આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સાઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. અહીં તેમણે સભાને સંબોધિત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજે ભારત કર્તવ્યને પહેલી પ્રાથમિકતા આપીને આગળ વધી રહ્યું છે અને તેનું પરિણામ એ છે કે, દેશ દુનિયાની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ ચુક્યો છે અને ડિઝિટલ ટેક્નોલોજી અને 5જી જેવા ક્ષેત્રોમાં મોટા-મોટા દેશો સામે સ્પર્ધા કરી રહ્યો છે.
'અમૃત કાલ'નું નામ બદલીને 'કર્તવ્ય કાળ'
તેમણે કહ્યું કે, આઝાદીના 100 વર્ષના લક્ષ્ય તરફ આગળ વધતા આપણે આપણા 'અમૃત કાલ'નું (Amrit Kaal) નામ બદલીને 'કર્તવ્ય કાલ' (Kartavya Kaal) નામ આપ્યું છે. આપણા કર્તવ્યોમાં આધ્યાત્મિક મૂલ્યોનું માર્ગદર્શન પણ છે અને ભવિષ્ય માટેના સંકલ્પો પણ છે. તેમા વિકાસ પણ છે અને વારસો છે. આજે એક તરફ દેશમાં આધ્યાત્મિક કેન્દ્રોનું પુનરોદ્ધાર થઈ રહ્યો છે અને સાથે જ ભારત અર્થતંત્ર અને ટેકનોલોજીમાં પણ નેતૃત્વ કરી રહ્યો છે.
ભારત ટૉચની અર્થવ્યવસ્થામાં સામેલ
તેમણે કહ્યું, આજે ભારત દુનિયાની ટૉચની અર્થવ્યવસ્થામાં સામેલ થઈ ચુક્યું છે. આજે ભારતમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે. ડિઝિટલ ટેક્નોલોજી અને 5G જેવા ક્ષેત્રોમાં આપણે મોટા-મોટા દેશોનો સામનો કરી રહ્યાં છીએ. દુનિયામાં આજે જેટલા પણ રિયલ ટાઈમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યાં છે તેમાં 40% તો એકલા ભારતમાં થઈ રહ્યા છે.
દુનિયાનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું
વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગની ભાગીદારીથી આજે આ પરિવર્તન આવી રહ્યું છે. તેથી વિશ્વ ભારતના નેતૃત્વમાં વિશ્વાસ કરી રહ્યું છે. ભારતની અધ્યક્ષતામાં થઈ રહેલી G20 બેઠકો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાટરમાં યોગ સત્રના આયોજનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દુનિયામાં આજે ભારત પ્રત્યે આકર્ષણ પણ વધી રહ્યું છે.
- તેમણે કહ્યું, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત, આપણો ઈતિહાસ, આપણી ધરોહર... તેના પ્રત્યે જીજ્ઞાસા પણ સતત વધી રહી છે. જીજ્ઞાસા જ નહી પણ આસ્થા પણ વધી રહી છે. ઉદ્ધાટન સમારોહમાં દુનિયાભરના પ્રમુખ ગણમાન્ય વ્યક્તિ અને શ્રદ્ધાળું ઉપસ્થિત હતા.
આ પણ વાંચો : PM MODI એ લીધો મંત્રીઓનો ક્લાસ..! જાણો શું લીધો નિર્ણય..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


