Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહાર : 25 કલાકની ભારે જહેમત બાદ કિશોરને સ્લેબ તોડીને બહાર કઢાયો

બિહારના રોહતાસમાં સોન નદી પરના પુલના બે પિલર વચ્ચે ફસાયેલા 12 વર્ષના કિશોરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે પરંતુ કમનસીબે તેનું મોત થયું છે. 25 કલાકના ઓપરેશન બાદ તેને પુલના પિલર પરથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને ગંભીર હાલતમાં સાસારામ સદર...
બિહાર   25 કલાકની ભારે જહેમત બાદ કિશોરને સ્લેબ તોડીને બહાર કઢાયો
Advertisement

બિહારના રોહતાસમાં સોન નદી પરના પુલના બે પિલર વચ્ચે ફસાયેલા 12 વર્ષના કિશોરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે પરંતુ કમનસીબે તેનું મોત થયું છે. 25 કલાકના ઓપરેશન બાદ તેને પુલના પિલર પરથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને ગંભીર હાલતમાં સાસારામ સદર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. મહત્વનું છે કે, NDRF અને SDRF ની ટીમ દ્વારા સતત 25 કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચલાયું હતું.

તમને જણાવી દઈએ કે, ખીરિયાઓં ગામના વોર્ડ આઠમાં રહેતા શત્રુઘ્ન પ્રસાદ ઉર્ફે ભોલા સાહનો 12 વર્ષનો પુત્ર રંજન કુમાર હોવાનું કહેવાય છે. તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે, જે બે દિવસથી ઘરેથી ગુમ હતો.

Advertisement

કિશોર બે દિવસથી ગુમ હતો

Advertisement

કિશોરના પિતા ભોલા સાહે જણાવ્યું કે, તેમનો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ હતો, જે બે દિવસથી ગુમ હતો, જેની શોધ ચાલી રહી હતી. સોન પુલની એક મહિલાએ છોકરાને બ્રિજના થાંભલામાં ફસાયેલો જોઈને પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ ગ્રામજનો અને મંગરાવ પંચાયતના પ્રમુખ એડવોકેટ યાદવ દ્વારા સ્થાનિક વહીવટીતંત્રને માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : મધ્ય પ્રદેશ : 50 કલાકની મહેનત નિષ્ફળ, બોરવેલમાં પડી ગયેલા માસૂમનું મોત

Tags :
Advertisement

.

×